તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 4th June 2024
રાજકોટમાં રૂપાલાને પ્રચંડ સમર્થન : ૪.૬૧ લાખની તોતીંગ લીડ
ક્ષત્રિયોએ આંદોલન કરી ૪ લાખની મેદની એકઠી કરી તો તે સામે રૂપાલાએ ૪.૬૧ લાખની લીડ મેળવી જબરો જવાબ આપ્યો : ર૦૧૪-ર૦૧૯ બાદ ફરી ‘‘કમળ'' ખીલ્યું : મોહનભાઇની બંને વખતની તોતીંગ લીડનો રેકોર્ડ તોડી નાંખ્યો : ધાનાણીએ પરાજય સ્વીકારી લીધોઃ રૂપાલાને અભિનંદન પાઠવી રવાનાઃ મતગણતરી શાંતિપૂર્ણ રહીઃ અંદર-બહાર ચારે બાજુ પોલીસના ધાડા : રૂપાલા-ધાનાણીને બાદ કરતા અન્ય તમામ ૭ ઉમેદવારોની રપ હજારની ડીપોઝીટ ડૂલ આ તમામ કરતા નોટાને ૧૧પ૦૦ થી વધુ મતો મળ્યા

રાજકોટ, તા. ૪ : રાજકોટ લોકસભા બેઠક ઉપર સતત ત્રીજી વખત કમળ ઝગમગી ઉઠયું છે, ર૦૧૪-ર૦૧૯ બાદ ર૦ર૪ માં ભાજપના ઉમેદવારશ્રી પરસોતમભાઇ રૂપાલા પ્રચંડ જનમત સાથે પ લાખની લીડ તરફ વિજયી અને ધમાકેદાર આગળ વધી રહ્યા છે, હરીફ ઉમેદવાર કોંગ્રેસના શ્રી પરેશભાઇ ધાનાણીએ પોતાનો ભૂંડો પરાજય સ્વીકારી લીધો છે, અને સવારે ૧૧ વાગ્યે મતગણતરી સ્થળે આવ્યા બાદ ભાજપની તોતીંગ લીડ જોતા તુર્ત જ ખેલીદિલીપૂર્વક હાર સ્વીકારી પરષોતમભાઇને રૂબરૂ મળી અભિનંદન પાઠવ્યા હતા અને લોકોનો જનાદેશ માથે ચડાવ્યો હતો.
અત્રે એ નોંધનીય છે કે ભાજપના ઉમેદવાર રૂપાલા સામે સમગ્ર જીલ્લામાં ક્ષત્રિયો દ્વારા જબરો વિરોધ વંટોળ ઉભો થયો હતો, રૂપાલાના રજવાડાઓ વિશે નિવેદન અંગે જબરી આગ ભભૂકી હતી, એટલું જ નહીં રતનપર ખાતે ૪ાા થી પ લાખની ક્ષત્રિયોની જબરી જનસભા યોજાઇ હતી, અને મતદાનનાં અસર કરવાની વાતો જાહેર કરી હતી.
પરંતુ મતદાનના દિવસેકુલ શહેર-જિલ્લામાં ૧ર લાખ ૭ર હજારનું વોટીંગ થયું, અને તેમાં રૂપાલાની ૪ાા થી પ લાખની તોતીંગ લીડ નીકળી ક્ષત્રિયોના આંદોલનનું સૂરસૂરીયું થઇ ગયું છે, ક્ષત્રિયોએ જેટલી મેદની ભેગી કરી તેનાથી વધુ લીડ રૂપાલાએ મેળવી લોકોનું પ્રચંડ સમર્થન મેળવી લીધું છે.
બપોરે ૧ વાગ્યે જ રૂપાલા ૩ લાખ પ૪ હજાર મતથી આગળ નીકળી ગયા હતા, તેમના ૬ લાખ ૧ હજારનો કોંગ્રેસના પરેશ ધાનાણીને ર લાખ ૪૭ હજાર પ૬૬ મતો મળ્યા હતા.
રાજકોટ લોકસભા બેઠક ઉપર અન્ય ૭ ઉમેદવારો ચમનભાઇ સવસાણી, અજાગીયા, તિરલભાઇ , જીજ્ઞેશભાઇ મહાજન, નયન ઝાલા, પ્રકાશ સીંધવ, પ્રકાશભાઇ સીંધવ, ભાવેશ આચાર્ય, ભાવેશભાઇ પીપલીયા આ તમામની કુલ પડેલા મતોના ૧૦ ટકા મતો પણ મેળવ્યા ન હોય ડીપોઝીટો ડૂલ થઇ છે, આ તમામ ડીપોઝીટ ડૂલ થવા તરફ આગળ વધ્યા હતાં.
ઉપરોકત તમામ કરતા તો નોટાને બપોરે ૧ વાગ્યે ૧૦ હજાર મતો મળ્યા હતા, ૧૦ હજાર મતદારોને એકપણ પક્ષ કે ઉમેદવારમાં રસ ન હોતો તે સાબીત થયું હતું.
અત્રે ને નોંધનીય છે કે ર૦૧૪ માં ભાજપના ઉમેદવાર મોહનભાઇ કુંડારીયા કોંગ્રેસના કુંવરજીભાઇ બાવળીયા સામે ર લાખ ૪૬ હજાર - ૪ર૮ મતે જીત્યા હતા, તો ર૦૧૯ માં મોહનભાઇ કુંડારીયાએ કોંગ્રેસના લલીત કગથરાને ૩ લાખ ૬૮ હજાર ૪૦૭ મતે તોતીંગ હાર આપી હતી.
આ વખતે રૂપાલાજીએ ઉપરોકત મોહનભાઇ કુંડારીયાનો રેકોર્ડ તોડી નાખ્યો છે, અને બપોરે ર-૩૦ વાગ્યે મળતા અહેવાલો મુજબ પરસોતમભાઇ રૂપાલા ૪.૬૧ લાખ મતની તોતીંગ લીડ સાથે વિજયી બની ગયા છે, પરષોતમભાઇને કૂલ ૧ર લાખ ૭ર હજારનું થયેલ મતદાનમાંથી ૭ લાખર૦ હજાર પ૬૩ મત તો કોંગ્રેસના પરેશભાઇ ધાનાણીને ૩ લાખ ૩ હજારથી વધુ મતો મળ્યા છે, તો અન્ય ૭ ઉમેદવારોની ડીપોઝીટ ડૂલ થઇ છે, જયારે નોટાને૧૧પ૦૦ મતો મળ્યા છે. આજે સવારે ૮ વાગ્યે રાજકોટ લોકસભા બેઠકની કણકોટ એન્જીનીયરીંગ કોલેજ ખાતે મત ગણત્રીનો પ્રારંભ થયો હતો, ત્યારે પોલીસ-સુરક્ષાના ધાડા ખડકી દેવાયા હતાં. પોસ્ટલ બેલેટની પણ સાથે ગણત્રી શરૂ થઇ હતી, અત્રે એ પણ ઉમેરવું જરૂરી કે ભાજપના રૂપાલાને પહેલા રાઉન્ડથી જ સતત લીડ મળતી આવી હતી, જે સતત આગળ વધી હતી. (૯)
૧૬ રાઉન્ડ પૂરા
રાજકોટ લોકસભા
ઉમેદવાર મત
પરષોતમ રૂપાલા ૬૮ર૦પ૦
પરેશભાઇ ધાનાણી ર૮૭૭પ૭
નોટા ૧૧૯૪૦
કુલ મત ગણાયા ૧૦૦૧૧૦૦
(3:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
