<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th June 2024

અમેઠીમાં સ્‍મૃતિ ઈરાની ૯૫ હજાર મતોથી પાછળઃ કોંગ્રેસના કિશોરી લાલ શર્મા મોટી લીડ પર

અમેઠી લોકસભા સીટ પરથી બીજેપીની સ્‍મૃતિ ઈરાની પાછળ ચાલી રહી છે. કોંગ્રેસના કિશોરી લાલ શર્મા લગભગ ૯૫,૯૬૨ મતોથી આગળ છેઃ સ્‍મૃતિએ ૨૦૧૯ની ચૂંટણીમાં અહીંથી રાહુલ ગાંધીને હરાવ્‍યા હતાઃ આ વખતે રાહુલ અમેઠીને બદલે રાયબરેલીથી ચૂંટણી લડી રહ્યા છે

નવી દિલ્‍હી,તા. ૪: અમેઠી લોકસભા માત્ર યુપીની જ નહીં પરંતુ સમગ્ર દેશની સૌથી ગરમ બેઠકોમાંથી એક છે. બીજેપીની સ્‍મૃતિ ઈરાની ફરી એકવાર અહીંથી મેદાનમાં છે. તે અત્‍યાર સુધીની મત ગણતરીમાં પાછળ છે. કોંગ્રેસના કિશોરી લાલ શર્મા ૯૫,૯૬૨ મતોથી આગળ છે. ૨૦૧૯ની ચૂંટણીમાં સ્‍મૃતિએ અમેઠીથી રાહુલ ગાંધીને હરાવ્‍યા હતા. આ વખતે રાહુલ અમેઠીને બદલે રાયબરેલીથી ચૂંટણી લડ્‍યા છે. કોંગ્રેસે અમેઠી જીતવાની જવાબદારી ગાંધી પરિવારના નજીકના કિશોરી લાલ શર્માને આપી છે.

અમેઠીમાં ૨૦ મેના રોજ મતદાન થયું હતું. આ વખતે ૫૪.૩૪% મતદાન થયું છે. હવે પરિણામોનો વારો છે. પ્રિયંકા ગાંધીએ પોતે અહીં કિશોરી લાલ માટે જોરદાર પ્રચાર કર્યો હતો. રાહુલ અને અખિલેશની સંયુક્‍ત રેલી પણ યોજાઈ હતી. આવી સ્‍થિતિમાં, અમેઠીના લોકો આખરે તેમના સાંસદ તરીકે કોને પસંદ કરે છે તે જોવું રસપ્રદ રહેશે.

તમને જણાવી દઈએ કે વર્ષ ૨૦૦૪, ૨૦૦૯ અને ૨૦૧૪માં રાહુલ ગાંધી અમેઠીથી જીતીને લોકસભા પહોંચ્‍યા હતા. જોકે, ૨૦૧૯ની ચૂંટણીમાં તેમને અહીંથી હારનો સામનો કરવો પડ્‍યો હતો. ત્‍યારે બીજેપીની સ્‍મૃતિ ઈરાનીએ તેમને ૫૦ હજારથી વધુ વોટથી હરાવ્‍યા હતા.

(4:11 PM IST)