<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th June 2024

રાહુલ ગાંધીની પાંચ વાગે અને શરદ પવારની ત્રણ વાગે પત્રકાર પરિષદઃ મહત્‍વની જાહેરાતો થવા સંભવ

કોંગ્રેસના દિગ્‍ગજ નેતા રાહુલ ગાંધી સાંજે ૫ વાગે પત્રકાર પરિષદ સંબોધશે, તેઓ રાયબરેલી અને વાઇનાડ બંને બેઠક ઉપરથી ભારે લીડ થી આગળ છે.જ્‍યારે એનસીપીના શરદ પવાર અત્‍યારે ત્રણ વાગે પત્રકાર પરિષદને સંબોધી રહ્યા છે. તેમના પુત્રી સુપ્રિયા સુલે મહારાષ્‍ટ્રમાંથી અજીત પવારના પત્‍ની ને ટક્કર આપી આગળ ચાલી રહ્યા છે.બપોરે બે વાગ્‍યે ભાજપના એનડીએ મોરચાને ૨૯૧ બેઠકો અને કોંગ્રેસના ઇન્‍ડિયા મોરચાને ૨૩૩ બેઠકો મળી રહી છે.

બપોરે બે વાગ્‍યે મળતા નિર્દેશો મુજબ ભાજપના એનડીએ મોરચાને ૨૯૦ બેઠકો અને કોંગ્રેસના ઇન્‍ડિયા મોરચાને ૨૩૪ બેઠકો મળી રહી છે અન્‍ય પક્ષોને ૧૭ બેઠકો મળી છે.ગઠબંધન વગર ભાજપને એકલા હાથે ૨૩૫ બેઠકો મળે છે જ્‍યારે કોંગ્રેસને એકલા હાથે ૧૦૨ બેઠક મળી રહી છે.

(4:13 PM IST)