તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 4th June 2024
હેમામાલિની મથુરાથી મોટી જીતના માર્ગે ૧ લાખ ૮૦ હજારથી વધુ મતોથી આગળ

નવી દિલ્હી,તા. ૯: ઉત્તર પ્રદેશની મથુરા લોકસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર બોલિવૂડ અભિનેત્રી હેમા માલિની શરૂઆતથી જ આગળ ચાલી રહી છે. લગભગ ૩ લાખ મતો સાથે, તે ૧ લાખ ૮૦ હજારથી વધુ મતોથી આગળ છે. અહીં બીજા તબક્કામાં ૨૬ એપ્રિલે મતદાન થયું હતું. મથુરા લોકસભા સીટ પરથી ૧૫ ઉમેદવારો મેદાનમાં છે. કોંગ્રેસના મુકેશ ધનગર બીજા ક્રમે છે.
હેમા માલિની ૨૯૨૦૯૨ મતો સાથે ૧ લાખ ૮૦ હજારથી વધુથી આગળ છે.
આ વખતે ૨૦૨૪માં મથુરામાં ૪૯.૪૯ ટકા મતદાન થયું હતું. જયારે ૨૦૧૯માં ૬૧ ટકા મતદાન થયું હતું આ વખતે બહુ ઓછું મતદાન થયું હતું. બોલિવૂડની જાણીતી અભિનેત્રી હેમા માલિની મથુરાથી ભાજપના ઉમેદવાર છે. આ બેઠકના પરિણામોની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હેમા માલિની અહીંથી બે વખત જીતી ચૂકી છે. જો તે આ વખતે જીતશે તો તે હેટ્રિક હશે.
(4:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
