તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 4th June 2024
વિધાનસભાની તમામ પાંચ બેઠકો ઉપર ભાજપના ઉમેદવારો વિજય થયા
સૌરાષ્ટ્ર કચ્છમાં લોકસભાની તમામ આઠ બેઠકો અને વિધાનસભાની બે બેઠકો ભાજપ જીતી ગયું

નવી દિલ્હી, તા.૪: ગુજરાતમાં પાંચ વિધાનસભાની પેટા ચૂંટણીઓ યોજાઈ ગઈ આ તમામમાં ભાજપનો વિજય થયો છે.
સૌરાષ્ટ્રમાં પોરબંદરની બેઠક ઉપરથી ભાજપના અર્જુનભાઈ મોઢવાડિયા ૧.૧૬ લાખ મતથી જીત્યા છે
સૌરાષ્ટ્રની માણાવદર બેઠક ઉપરથી ભાજપના અરવિંદભાઈ લાડાણી ૨૫૦૦૦થી વધુ મતોથી જીત્યા છે.
વિજાપુરથી ભાજપના સીજે ચાવડા ૫૨,૯૨૭ મતથી વિજેતા થયા છે.
ખંભાતમાં ચિરાગભાઈ પટેલ ૪૦,૦૦૦ થી વધુ મતોથી જીતી ગયા છે.
વડોદરાની વાઘોડિયા બેઠક ઉપરથી ભાજપના ધર્મેન્દ્રસિંહ વાઘેલા ૬૦,૦૦૦ થી વધુ મતે જીતી ગયા છે.
સૌરાષ્ટ્ર કચ્છમાં ભારતીય જનતા પક્ષના ઉમેદવારો વિધાનસભાની બે અને લોકસભાની આઠ મળી તમામ બેઠકો જીતી ગયા છે.
(4:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
