<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th June 2024

વાહ વાહ શું નીતિશને ડેપ્‍યુટી પીએમની ઓફર મળી ?

શું નીતીશકુમારને મળી હતી ઓફર? નીતિશકુમારને ઇન્‍ડિયા એલાયન્‍સ તરફથી ડેપ્‍યુટી પીએમની ઓફર મળી છે

પટના, તા. ૪ :  પટનાઃ શું બિહારના મુખ્‍યમંત્રી નીતિશ કુમારને ડેપ્‍યુટી પીએમની ઓફર મળી છે? એવું કહેવામાં આવી રહ્યું છે કે લોકસભા ચૂંટણીના પરિણામોને જોતા આગામી સમયમાં મોટી ઉથલપાથલ થઈ શકે છે. સૂત્રોના જણાવ્‍યા અનુસાર નીતીશ કુમારને ડેપ્‍યુટી પીએમ બનવા માટે ઈન્‍ડિયા એલાયન્‍સ તરફથી ઓફર મળી છે. જો કે જેડીયુ તરફથી આ વાતની પુષ્ટિ કરવામાં આવી રહી નથી. પરંતુ, સૂત્રોના જણાવ્‍યા અનુસાર આવી ઓફર આવી છે. આ માટે અંતિમ પરિણામની રાહ જોવાઈ રહી છે.

નીતિશને શરદનો ફોન આવ્‍યો!

લોકસભા ચૂંટણી ૨૦૨૪નું પરિણામ NDAના અનુમાન મુજબ જણાતું નથી. આ પહેલા બિહારના મુખ્‍યમંત્રી નીતિશ કુમારને ફોન આવવા લાગ્‍યા છે. મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્‍યું છે કે નીતીશ કુમારને NCP નેતા શરદ પવારનો ફોન આવ્‍યો છે. જો કે વધુ વિગતો બહાર આવી નથી. બિહારમાં નીતિશ કુમારની પાર્ટી ૧૬ સાંસદો જીતી શકે છે.

શું નીતિશ કુમાર બનશે

ડેપ્‍યુટી પીએમ?

બિહારમાં નીતિશ કુમાર છેલ્લા ૧૮ વર્ષથી મુખ્‍યમંત્રી પદ સંભાળી રહ્યા છે. ૨૦૦૫ થી ૨૦૧૪ સુધી ૯ વર્ષ સુધી મુખ્‍યમંત્રી રહ્યા. ત્‍યારપછી ૨૦૧૫થી લઈને અત્‍યાર સુધી તેઓ બિહારના મુખ્‍યમંત્રી પદ પર છે. વિપક્ષી દળોના નેતાઓ ઘણીવાર નીતિશના સીએમ પદ પરથી હટી જવાની આગાહી કરે છે. ૭૩ વર્ષના નીતીશ કુમારની તબિયત બગડતી હોવાના પણ અહેવાલ છે. દરમિયાન બિહારની રાજનીતિ છોડીને દિલ્‍હી આવવાની ચર્ચા છે.

(4:18 PM IST)