News of Tuesday, 4th June 2024
બિહારમાં ભાજપને ફટકો : જેડીયુ સૌથી મોટો પક્ષ
જેડીયુને ૧૫, બીજેપીને ૧૩ બેઠકો

નવી દિલ્હી તા. ૪ : બિહારની ૪૦ લોકસભા સીટોમાંથી તાજેતરના વલણો અનુસાર, મુખ્યમંત્રી નીતિશ કુમારની આગેવાની હેઠળના જનતા દળ યુનાઇટેડને ૧૫ બેઠકો મળી છે. બીજેપીને ૧૩ તેમજ આરજેડીને ૩ અને કોંગ્રેસને ૧ બેઠક મળી છે.
ચિરાગ પાસવાનની આગેવાની હેઠળની લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ) ૫ બેઠકો પર આગળ છે, જયારે હિન્દુસ્તાની અવમ મોરચા (લોકતાંત્રિક)ના જીતન રામ માંઝી પણ ગયા બેઠક પર જીત મેળવી છે. વિપક્ષના મહાગઠબંધનની વાત કરીએ તો મહાગઠબંધનના ઉમેદવારો નવ બેઠકો પર આગળ ચાલી રહ્યા છે. લાલુ યાદવની આગેવાની હેઠળના રાષ્ટ્રીય જનતા દળએ ૩ બેઠકો પીઆર જીત મેળવી છે, CPIMLના ઉમેદવારો બે બેઠકો પર અને કોંગ્રેસે એક બેઠક પર જીત મેળવી છે.
આ પરિણામોને નીતીશની વિશ્વસનીયતા અંગે ઉઠાવવામાં આવી રહેલા સવાલોના જવાબ તરીકે પણ જોવામાં આવી રહ્યા છે. બીજેપી-જેડીયુ ગઠબંધનમાં આવું પહેલીવાર બન્યું જયારે કમળના પ્રતીકવાળી પાર્ટી વધુ સીટો પર ચૂંટણી લડી રહી હતી. ભાજપે ૪૦માંથી ૧૭ બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા જયારે જેડીયુને ૧૬ બેઠકો મળી હતી. ચિરાગ પાસવાને છ બેઠકો પર અને હિન્દુસ્તાની અવમ મોરચાએ એક બેઠક પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા.
ભાજપ કરતાં ઓછી બેઠકો પર ચૂંટણી લડવા છતાં, જેડીયુ ગઠબંધનમાં મોટાભાગની બેઠકો પર આગળ છે. જો આ વલણો પરિણામોમાં પરિવર્તિત થાય છે, તો તે નીતિશ કુમાર માટે જીવનરેખા બની રહેશે. નોંધનીય છે કે એક્ઝિટ પોલના અંદાજમાં નીતિશ કુમારની પાર્ટીને નુકસાનનો અંદાજ લગાવવામાં આવ્યો હતો. એક્ઝિટ પોલના અનુમાન મુજબ, જેડીયુ ભાજપ અને આરજેડી પછી ત્રીજી પાર્ટી બનતી જોવા મળી હતી
(4:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
