તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 4th June 2024
પ.બંગાળમાં મોદીની નહી ‘દીદી'ની જ લહેર : બંગાળમાં ભાજપનું સપનુ રોળાયું
ટીએમસીને ફાળે ૩૧, ભાજપને ૧૦ બેઠક

નવી દિલ્હી તા. ૪ : પヘમિ બંગાળ વિધાનસભા ચૂંટણીની જેમ આ વખતે પણ લોકસભા ચૂંટણીના પરિણામો રસપ્રદ બન્યા છે. બંગાળ વિધાનસભા ચૂંટણીની જેમ આ વખતે પણ એક્ઝિટ પોલ ખોટા સાબિત થઈ રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે, બંગાળમાં ભાજપનો ખેલ થયો છે. લોકસભા ચૂંટણી ૨૦૧૯ના પરિણામોમાં ભાજપને બંગાળમાં ૧૮ બેઠકો મળી હતી પરંતુ આ વખતે ભાજપ માત્ર ૧૦ બેઠકો પર આગળ છે. માનવામાં આવે છે કે, ગત લોકસભા ચૂંટણીની સરખામણીએ આ વખતે ભાજપ ૮ સીટો પર હારી રહી છે. સવારે ૮ વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ત્યારથી ટીએમસી સતત આગળ ચાલી રહી છે. ટીએમસી ૩૧ સીટ, ભાજપને ૧૦ સીટ મળી છે.
એક્ઝિટ પોલમાં ભાજપને બંગાળની ૪૨ બેઠકોમાંથી ૨૬થી ૩૧ બેઠકો મળવાનું કહેવાય છે. એટલે કે, ભાજપને ૮થી ૧૦ સીટ મળવાની ધારણા હતી, પરંતુ પરિણામો પર નજર કરીએ તો લગભગ ૮ બેઠકો ગુમાવી રહી હોવાનું જણાય છે. મમતા બેનર્જીની પાર્ટી ટીએમસીને ૧૧-૧૪ બેઠકો મળવાની આશા હતી, પરંતુ તે ૩૦ બેઠકો પર આગળ ચાલી રહી છે. ડાયમંડ હાર્બર લોકસભા મતવિસ્તારમાં, તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવાર અને વર્તમાન સાંસદ અભિષેક બેનર્જી તેમના નજીકના હરીફ ભાજપના અભિજીત દાસ પર ૩૨,૫૦૭ મતોથી આગળ છે. પોસ્ટલ બેલેટની ગણતરી બાદ, હુગલી સીટ પરથી તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવાર રચના બેનર્જી તેમના નજીકના હરીફ અને ભાજપના વર્તમાન સાંસદ લોકેટ ચેટર્જીથી આગળ છે.
બોલપુર લોકસભા સીટ પર, તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવાર અને બે વખતના સાંસદ અસિત તેમના નજીકના હરીફ ભાજપના પિયા સાહા પર ૬૦૧૦ મતોથી આગળ છે. માલદા દક્ષિણમાં કોંગ્રેસના ઉમેદવાર ઈશા ખાન ચૌધરી ભાજપના ઉમેદવાર શ્રીરૂપા મિત્રા ચૌધરીથી ૧૧,૭૩૩ મતોથી આગળ છે.
જાદવપુરમાં, તૃણમૂલ કોંગ્રેસના સયાની ઘોષ તેમના નજીકના હરીફ ભાજપના અનિર્બાન ગાંગુલીથી ૮,૦૪૮ મતોથી આગળ છે. માલદા ઉત્તરમાં, વર્તમાન સાંસદ અને ભાજપના ઉમેદવાર ખગેન મુર્મુ તેમના નજીકના હરીફ તૃણમૂલ કોંગ્રેસના પ્રસૂન બેનર્જી કરતાં ૧૧,૧૧૯ મતોથી આગળ છે. કૂચ બિહારમાં ભાજપના ઉમેદવાર અને વર્તમાન સાંસદ નિસિથ પ્રામાણિક તૃણમૂલના ઉમેદવાર અને હરીફ જગદીશ ચંદ્ર બર્મા બસુનિયાથી ૫,૫૨૯ મતોથી પાછળ છે.
ઈલેક્શન કમિશનની વેબસાઈટ અનુસાર, ભાજપના મજબૂત ઉમેદવાર અને પ્રદેશ અધ્યક્ષ સુકાંત મજુમદાર બાલુરઘાટ બેઠક પર તેમના નજીકના પ્રતિસ્પર્ધી તૃણમૂલના બિપ્લબ મિત્રાથી ૪,૮૫૫ મતોથી પાછળ છે. પヘમિ બંગાળની આસનસોલ બેઠક પર, ભાજપના ઉમેદવાર એસએસ અહલુવાલિયા તેમના નજીકના હરીફ તૃણમૂલના શત્રુઘ્ન સિંહાથી ૬,૯૫૬ મતોથી આગળ છે. બાંકુરા લોકસભા બેઠક પરથી તૃણમૂલના ઉમેદવાર અરૂપ ચક્રવર્તીએ ભાજપના ઉમેદવાર અને વર્તમાન સાંસદ સુભાષ સરકાર કરતાં ૩,૭૬૫ મતોની લીડ મેળવી છે
(4:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
