તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 4th June 2024
જેલમાંથી ચૂંટણી લડનાર અમૃતપાલસિંહ પંજાબની ખડૂર સાહિબની સીટ ઉપરથી વિજેતાઃ રાષ્ટ્રીય સુરક્ષા કાયદા હેઠળ તે જેલમાં કેદ છે
‘વારિસ પંજાબ દે' સંસ્થાના વડાના સમર્થનમાં અનેક મતદારોએ મત આપ્યા

નવી દિલ્હીઃ જેલમાં બંધ ખાલિસ્તાની સમર્થક અમૃતપાલ સિંહે લોકસભા ચૂંટણીમાં પોતાના પ્રદર્શનથી બધાને ચોંકાવી દીધા છે. અમૃતપાલ સિંહ પંજાબની ખડુર સાહિબ સીટથી ચૂંટણી લડ્યા છે અને તે પણ જેલની અંદરથી. અમૃતપાલ સિંહની 2023માં ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી તે આસામની ડિબ્રુગઢ જેલમાં બંધ છે. જો કે, લોકસભા ચૂંટણીમાં ખડૂર સાહિબના લોકોએ અમૃતપાલ સિંહને પોતાના ખભા પર લીધા છે અને તેમને જંગી લીડ અપાવી છે.
અમૃતપાલ સિંહ પંજાબની ખડુર સાહિબ બેઠક પરથી લોકસભા ચૂંટણી 2024માં જીત તરફ આગળ વધી રહ્યા છે. ચૂંટણી પંચના આંકડા દર્શાવે છે કે બપોરે 1 વાગ્યા સુધી અમૃતપાલ સિંહે 1 લાખ 10 હજારથી વધુ મતોની લીડ મેળવી લીધી છે. કોંગ્રેસના ઉમેદવાર કુલબીર સિંહ ઝીરા બીજા સ્થાને છે. આમ આદમી પાર્ટીના લાલજીત સિંહ ભુલ્લર ત્રીજા સ્થાને ચાલી રહ્યા છે.
કોણ છે અમૃતપાલ સિંહ?
અમૃતપાલ સિંહ ખાલિસ્તાની કટ્ટરપંથી છે. તે અમૃતસર જિલ્લાના બાબા બકાલા તહસીલના જલ્લુપુર ખેડા ગામનો રહેવાસી છે. તેની સામે ડઝનબંધ કેસ નોંધાયેલા છે. વ્યવસાયે ખેડૂત અમૃતપાલે પંજાબમાં પોતાનું સંગઠન પણ બનાવ્યું છે, જેનું નામ 'વારિસ પંજાબ દે' છે. અમૃતપાલ આ સંસ્થાના વડા છે.
(5:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
