<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th June 2024

બધા એક્ઝિટ પોલ છોડો..:સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું- મારા દાવા સૌથી વધુ સચોટ - સાચા પડ્યા !

- જો ભાજપે મારા સૂચનોનું પાલન કર્યું હોત, તો તે 300નો આંકડો હાંસલ કરી શક્યું હોત:સ્વામીએ કહ્યું - તેમની તાનાશાહી માનસિકતાના કારણે ભાજપ એવા ખાડામાં ઉતરી ગયું છે જ્યાંથી હવે તેને ચઢવું પડશે

નવી દિલ્હી : બીજેપી નેતા અને રાજ્યસભાના પૂર્વ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું છે કે ભાજપ જીતવાની સીટોને લઈને તેમના દ્વારા કરવામાં આવેલી ભવિષ્યવાણી બિલકુલ સાચી સાબિત થઈ છે. વડાપ્રધાન  મોદી પર નિશાન સાધતા તેમણે કહ્યું કે તેમની તાનાશાહી માનસિકતાના કારણે ભાજપ એવા ખાડામાં ઉતરી ગયું છે જ્યાંથી હવે તેને ચઢવું પડશે.

 ટ્રેન્ડ અનુસાર  ભાજપના નેતૃત્વમાં એનડીએ 296 બેઠકો પર આગળ છે, જ્યારે ભાજપ 241 બેઠકો પર આગળ છે. કોંગ્રેસ 99 સીટો પર આગળ ચાલી રહી છે જ્યારે ઈન્ડિયા એલાયન્સ 228 સીટો પર આગળ છે. આવી સ્થિતિમાં ભાજપને બહુમતી મળવાની આશા ઓછી જણાઈ રહી છે. જો કે ભાજપ એનડીએના સાથી પક્ષો સાથે મળીને સરકાર બનાવી શકે છે.

   સુબ્રમણ્યમ સ્વામીએ એક પોસ્ટમાં જણાવ્યું હતું કે " પીએમ મોદી પર નિશાન સાધતા સ્વામીએ કહ્યું કે, દુર્ભાગ્યવશ ભાજપની સરમુખત્યારશાહી માનસિકતાએ ભાજપને એવી ગર્તામાં નાખી દીધી છે જ્યાંથી હવે તેને ચઢવું પડશે

(6:58 PM IST)