તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 4th June 2024
બારામુલ્લામાં ઓમર અબ્દુલ્લાની કારમી હાર: જાણો દિગ્જ્જને હરાવનાર કોણ છે એન્જીનિયર રાશિદ શેખ?
ઓમર અબ્દુલ્લાને હરાવનાર અપક્ષ ઉમેદવાર એન્જિનિયર રશીદ શેખ ટેરર ફંડિંગના કેસમાં તિહાર જેલમાં બંધ છે.

નવી દિલ્હી : લોકસભા ચૂંટણી 2024ના પરિણામો ખૂબ જ ચોંકાવનારા છે. ભાજપ ગઠબંધન સાથે એનડીએને યુપી સહિત ઘણા રાજ્યોમાં ઘણા આંચકાઓનો સામનો કરવો પડ્યો છે. જમ્મુ અને કાશ્મીરમાં પૂર્વ મુખ્યમંત્રીઓ ઓમર અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તી તેમની સીટ પરથી ચૂંટણી હારી ગયા છે. ઓમર બારામુલ્લામાં હારી ગયા અને મુફ્તી અનંતનાગમાં હારી ગયા. જો કે ચૂંટણી પંચ તરફથી હજુ સત્તાવાર જાહેરાત થવાની બાકી છે. ઓમર અબ્દુલ્લાને હરાવનાર એન્જિનિયરનું નામ રાશિદ શેખ છે. શેખે અપક્ષ તરીકે ચૂંટણી લડી હતી અને હાલમાં તે ટેરર ફંડિંગના કેસમાં તિહાર જેલમાં બંધ છે.
ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, જમ્મુ અને કાશ્મીર રાજ્યના બે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનો ઓમર અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તીને તેમની સંબંધિત લોકસભા બેઠકો પર કારમી હારનો સામનો કરવો નિશ્ચિત છે. લખાય છે ત્યાં સુધી અબ્દુલ્લા બારામુલ્લામાં બે લાખ વોટથી પાછળ છે જ્યારે મહેબૂબા મુફ્તી અનંતનાગ-રાજૌરી સીટ પર અઢી લાખ વોટથી પાછળ છે. બારામુલ્લા લોકસભા સીટ પર ત્રીજા સ્થાને હાઇ પ્રોફાઇલ નેતા સાજિદ લોન છે, તે જમ્મુ કાશ્મીર પીપલ્સ કોન્ફરન્સ પાર્ટીના ઉમેદવાર છે. ઓમરે મીડિયા ચેનલો સાથે વાત કરતા પોતાની હાર સ્વીકારી લીધી છે.
અબ્દુલ રશીદ ઉર્ફે એન્જીનીયર રાશિદ હાલમાં ટેરર ફંડીંગના કેસમાં તિહાર જેલમાં બંધ છે. બે વખતના ધારાસભ્ય અને અવામી ઇત્તેહાદ પાર્ટીના વડા રશીદ બારામુલાથી ચૂંટણી લડી રહેલા 22 ઉમેદવારોમાંથી એક છે. NIA દ્વારા 2019માં ટેરર ફંડિંગ કેસમાં રાશિદની ધરપકડ કરવામાં આવી હતી. તેમના બે પુત્રો અબરાર રાશિદ અને અસરર રાશિદે તેમના વતી પ્રચાર કર્યો હતો. રશીદ 2008 અને 2014માં લંગેટ વિધાનસભા ચૂંટણીથી જીત્યા હતા. જોકે, 2019ની સંસદીય ચૂંટણીમાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો.
(6:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
