<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th June 2024

અમેઠીથી હાર્યા બાદ સ્મૃતિ ઈરાનીની પહેલી પ્રતિક્રિયા કહ્યું- જનતાનો આભાર: જીતનારાઓને અભિનંદન : જુઓ વિડીયો 

સ્મૃતિ ઈરાનીએ કહ્યું જનપ્રતિનિધિ તરીકે મારું સદ્ભાગ્ય છે કે મેં દરેક ગામમાં જઈને કામ કર્યું. હું જીત કે હારની પરવા કર્યા વિના લોકો સાથે જોડાયેલી રહીશ

 અમેઠી લોકસભા સીટ પરથી ચૂંટણી હાર્યા બાદ સ્મૃતિ ઈરાનીની પ્રતિક્રિયા સામે આવી છે. પોતાની હાર સ્વીકારીને તેમણે વિજેતા ઉમેદવારને અભિનંદન પાઠવ્યા હતા અને જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો.

ઉત્તર પ્રદેશની અમેઠી લોકસભા સીટ પરથી ભાજપની સ્મૃતિ ઈરાની હારી ગઈ છે. અમેઠીથી કોંગ્રેસની ટિકિટ પર પહેલીવાર ચૂંટણી લડી રહેલા કિશોરી લાલ શર્માએ તેમને હરાવ્યા હતા. અમેઠીમાં ચૂંટણી હાર્યા બાદ સ્મૃતિ ઈરાનીની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેણે કહ્યું હતું કે મને લાગે છે કે આજનો દિવસ લોકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો દિવસ છે, જીતેલા લોકોને અભિનંદન આપવાનો દિવસ છે. સંસ્થાનો સ્વભાવ વિશ્લેષણ કરવાનો છે અને સંસ્થા વિશ્લેષણ કરશે. જનપ્રતિનિધિ તરીકે મારું સદ્ભાગ્ય છે કે મેં દરેક ગામમાં જઈને કામ કર્યું. હું જીત કે હારની પરવા કર્યા વિના લોકો સાથે જોડાયેલી રહી,આ મારા જીવનનો એક મોટો વિશેષાધિકાર છે.

   ભાજપના ઉમેદવાર સ્મૃતિ ઈરાની 167196 મતોથી હારી ગયા છે. અમેઠીને કોંગ્રેસનો ગઢ માનવામાં આવતો હતો, પરંતુ 2019ની લોકસભા ચૂંટણીમાં સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીને હરાવીને સીટ કબજે કરી હતી, પરંતુ આ વખતે કોંગ્રેસે આ સીટ પાછી મેળવી હતી. અમેઠીમાં 20 મેના રોજ 5માં તબક્કામાં મતદાન થયું હતું. સ્મૃતિ ઈરાની અને કિશોરી લાલ શર્મા ઉપરાંત સમાજધાર પાર્ટી તરફથી સંતરામ અને બહુજન સમાજ પાર્ટી (BSP) તરફથી દિનેશ ચંદ્ર મૌર્ય ચૂંટણી જંગમાં હતા. અમેઠીમાં 54 ટકા મતદાન થયું હતું.

(7:37 PM IST)