<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th June 2024

NDAની આ જીત એ દેશ માટે જીવન સમર્પીત કરનારા પીએમ મોદી પ્રત્યે લોકોની અતૂટ શ્રદ્ધાનું પ્રતિબિંબ: અમિતભાઇ શાહ

ગૃહમંત્રીએ કહ્યું - મોદીજીના વિકસિત ભારતના વિઝન પર જનતાનો આ વિશ્વાસનો મત છે. આ છેલ્લા દાયકામાં મોદીજીના ગરીબ કલ્યાણ, વારસાના પુનરુત્થાન, મહિલાઓના સ્વાભિમાન અને ખેડૂતોના કલ્યાણના કાર્યની સફળતાના આશીર્વાદ છે

નવી દિલ્હી :NDAના વિજય દેશ માટે પોતાનું જીવન સમર્પિત કરનાર દેશના લોકપ્રિય નેતા નરેન્દ્રભાઈ  મોદીમાં જન-જનનો અતૂટ વિશ્વસ પ્રતિબિંબ છે. આ મોદીજીના વિકાસિત ભારતના વિઝન પર જનતા-જનાર્દનનો વિશ્વાસ છે.

તે જન આશીર્વાદ મોદીજીના છેલ્લા એક દાયકાની ગરીબ કલ્યાણ, વિરાસતોના પુનરોત્થાન મહિલાઓના સ્વાભિમાન તથા ખેડૂત કલ્યાણના કાર્યની સફળતાના આશીષ છે. નયા ભારત આ જનાદેશ સાથે વિકાસ યાત્રાને વધુ ગતિ અને શક્તિ આપવા તૈયાર છે. 
  અમિતભાઇ શાહે વધુમાં કહ્યું કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં NDAને સતત ત્રીજી વખત સેવા કરવાની તક આપવા બદલ હું દેશની જનતાને કોટિ કોટી નમન કરું છું. સતત ત્રીજી જીતે સ્પષ્ટ કરી દીધું છે કે જનતાને માત્ર નરેન્દ્રભાઈ મોદીમાં જ વિશ્વાસ છે.

(8:33 PM IST)