<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th June 2024

મોદીએ સંસદના સેન્ટ્રલ હોલમાં સંવિધાનની નકલને કર્યાં નમન

બંધારણ બદલી નાખશેના આક્ષેપનો મોદીએ આપ્યો જવાબઃત્રીજી વખત સરકાર બનાવવા જઈ રહેલા નરેન્દ્ર મોદીએ ફરી બંધારણની નકલ સામે ઝૂકીને સૌના દિલ જીતી લીધા

નવી દિલ્હી, તા.૭

વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં NDA ફરી એકવાર કેન્દ્રમાં સરકાર બનાવવા જઈ રહી છે. આજે શુક્રવારે સંસદના સેર્ન્ટ્લ હોલમાં NDA સંસદીય દળની બેઠક યોજાઈ હતી. આ દરમિયાન ફરી એકવાર પીએમ મોદીની અનોખી સ્ટાઈલ જોવા મળી. જ્યારે વડાપ્રધાન મોદીએ અહીં સન્માનપૂર્વક સંવિધાન સમક્ષ માથુ ઝુકાવ્યું તો તમામ સાથી સાંસદો તેમની સામે ભાવપૂર્વક જોઈ રહ્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદના સેન્ટ્રલ હોલમાં સંવિધાન સમક્ષ ન માત્ર ઝૂક્યા પરંતુ તેને ઉપાડીને પોતાના કપાળ પર લગાવ્યું. જે બાદ હોલમાં હાજર તમામ દ્ગડ્ઢછ સાંસદોએ તાળીઓના ગડગડાટથી તેમનું સ્વાગત કર્યું હતું.

આ પહેલા ૨૦ જૂન ૨૦૧૪ના રોજ વડાપ્રધાન મોદીએ, સાંસદ બન્યા બાદ સૌપ્રથમવાર સંસદમાં પ્રવેશતા પહેલા સંસદના પગથિયાં પર માથું ટેકવીને પ્રણામ કર્યા હતા. તે સમયે પણ તેના ખૂબ વખાણ થયા હતા. હવે તેમણે બંધારણને કપાળે લગાવ્યું છે.

વડાપ્રધાન મોદીએ હંમેશા સંસદ અને બંધારણને મહત્વ આપ્યું છે. જો કે વિપક્ષી દળોએ તેમના પર ઘણી વખત બંધારણ બદલવી નાખશેનો આરોપ લગાવ્યો હતો, પરંતુ તેમણે દરેક વખતે સંવિધાનની રક્ષા કરવાનો પુનરોચ્ચાર કર્યો હતો. ફરી એકવાર તેમણે સંસદમાં બંધારણની નકલ સામે ઝૂકીને લોકશાહીમાં ઊંડી શ્રદ્ધા વ્યક્ત કરી છે.

આ પછી વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે જનાદેશ આપણા દેશની લોકશાહીની તાકાત છે. તેમણે કહ્યું કે દેશની જનતાએ જે રીતે દ્ગડ્ઢછમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે તે પ્રશંસનીય છે. પીએમ મોદીએ કહ્યું કે આજે એનડીએને દેશના ૨૨ રાજ્યોમાં સરકાર બનાવવાની તક મળી છે, આ દર્શાવે છે કે આપણું ગઠબંધન ખરેખર ભારતની આત્મા છે.

તેમણે કહ્યું કે NDA એ માત્ર સત્તા મેળવવા અથવા સરકાર ચલાવવા માટે પાર્ટીઓનો મેળાવડો નથી – નેશન ફર્સ્ટ અમારી પ્રથમ પ્રાથમિકતા છે. પીએમ મોદીએ કહ્યું કે એનડીએ સરકારે આ પહેલા પણ દેશને સુશાસન આપ્યું છે. દ્ગડ્ઢછ સુશાસનનો પર્યાય બની ગયો છે. અમારી સરકારનું ફોકસ પહેલા પણ ગરીબ કલ્યાણ હતું, ભવિષ્યમાં પણ એવું જ રહેશે. તેમણે કહ્યું કે સામાન્ય જીવનમાં સરકારની દખલગીરી જેટલી ઓછી હશે, લોકશાહી એટલી જ મજબૂત હશે.

( IST)