News of Saturday, 8th June 2024
આંધ્રપ્રદેશમાં મુસ્લિમોને અનામત મળતું રહેશે: ટીડીપીના નેતાના એલાનથી શપથ ગ્રહણ પહેલા ભાજપને વધ્યું ટેંશન
આર. રવિન્દ્ર કુમારે કહ્યું- આંધ્ર પ્રદેશમાં મુસ્લિમ સમુદાયને આપવામાં આવેલી અનામત ભવિષ્યમાં પણ ચાલુ રહેશે

નવી દિલ્હી :ભારતીય જનતા પાર્ટી અને જનસેના પાર્ટીના ગઠબંધનમાં આંધ્રપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવનાર તેલુગુ દેશમ પાર્ટીએ મુસ્લિમ આરક્ષણને લઈને મોટી વાત કહી છે. તેલુગુ દેશમ પાર્ટીના નેતા આર. રવિન્દ્ર કુમારે કહ્યું હતું કે આંધ્ર પ્રદેશમાં મુસ્લિમ સમુદાયને આપવામાં આવેલી અનામત ભવિષ્યમાં પણ ચાલુ રહેશે
સમાચાર એજન્સી ANI સાથે વાત કરતા આર. રવિન્દ્ર કુમારે કહ્યું-"હા, અમે આંધ્રપ્રદેશમાં મુસ્લિમ આરક્ષણ ચાલુ રાખીશું. તેમાં કોઈ સમસ્યા નથી.
કે રવિન્દ્ર કુમારની આ ટિપ્પણી ટીડીપીના વડા એન ચંદ્રબાબુ નાયડુ દ્વારા આપવામાં આવેલી ખાતરીના એક મહિના પછી આવી છે. એક મહિના પહેલા ચંદ્રબાબુ નાયડુએ પણ કહ્યું હતું કે તેમના સહયોગી ભાજપે ભલે ધર્મના આધારે અનામત ન આપવાનો દાવો કર્યો હોય, પરંતુ તેમની પાર્ટી આંધ્રપ્રદેશમાં મુસ્લિમ આરક્ષણ ચાલુ રાખશે.
5 મે, 2024 ના રોજ પત્રકારો સાથે વાત કરતા ચંદ્રબાબુ નાયડુએ કહ્યું હતું કે, "શરૂઆતથી અમે મુસ્લિમો માટે ચાર ટકા આરક્ષણનું સમર્થન કરતા આવ્યા છીએ અને આ ચાલુ રહેશે." ટીડીપીના વડાએ આ વાત વડાપ્રધાન મોદીએ લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન કહી હતી તેના થોડા દિવસો બાદ કહ્યું હતું, જેમાં પીએમએ કહ્યું હતું કે તેઓ દલિત, આદિવાસીઓ અને અન્ય પછાત વર્ગો (ઓબીસી)નો કોટા ધર્મના આધારે મુસ્લિમોને નહિ આપવા દઈએ
ચંદ્રબાબુ નાયડુની ટીડીપી એનડીએ ગઠબંધનનો એક ભાગ છે જેણે વાયએસને હરાવ્યા હતા. જગન મોહન રેડ્ડીની આગેવાની હેઠળની YSRCPની હાર થઈ છે. અભિનેતામાંથી રાજકારણી બનેલા પવન કલ્યાણની જનસેના પણ આ જોડાણનો એક ભાગ છે. NDAએ આંધ્ર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં 175માંથી 164 બેઠકો જીતીને જંગી બહુમતી હાંસલ કરી છે. એનડીએમાં ટીડીપીને 135 સીટો, જનસેનાએ 21 સીટો અને બીજેપીએ 8 સીટો જીતી છે.
(10:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
