<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th June 2024

યુપીના પૂર્વ મંત્રી અમરમણી ત્રિપાઠીની બે મિલ્‍કતો કુર્ક

વર્ષ ૨૦૦૧ના અપહરણ મામલે પોલીસની કાર્યવાહી

લખનૌઃ તા. ૮: યુપીના બસ્‍તી ક્ષેત્રમાં ૨૦૦૧ ડિસેમ્‍બરમાં ધર્મરાજ મધ્‍ધેશિયાના પુત્ર રાહુલનું અપહરણ થયું હતું. પોલીસને તપાસ દરમિયાન રાહુલ તત્‍કાલીન મંત્રી અમરમણીના લખનોૈ સ્‍થિત આવાસથી મળી આવ્‍યો હતો.આ અપહરણ કાંડના ૯ આરોપીઓ અમરમણી ત્રિપાઠીનું નામ પણ સામેલ હતું.

અપહરણના મામલાના ૨૩ વર્ષ જુના કેસમાંપોલીસે પગલા લઇ અમરમણીની બે સંપતિઓ કુર્ક કરી છે. લખનોૈની જમીન અને નોૈતનવા સ્‍થિત મકાનને પોલીસે કુર્ક કર્યા છે.

(1:45 PM IST)