<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th June 2024

ચારધામ યાત્રામાં ભકતોનું ઘોડાપુર : ૨૮ દિવસમાં કેદારનાથના ૭ લાખ ભાવિકોએ દર્શન કર્યા

 

નવી દિલ્‍હી તા. ૮ : ૧૦ મેના રોજ કેદારનાથ મંદિરના દરવાજા શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવ્‍યા હતા. યાત્રાના પ્રારંભથી જ ભક્‍તોની ભીડ જામવા લાગી હતી. છેલ્લા બે વર્ષની જેમ આ વર્ષે પણ મુસાફરોની સંખ્‍યા વધવાને કારણે સરકાર અને વહીવટીતંત્રને અનેક પડકારોનો સામનો કરવો પડ્‍યો હતો, પરંતુ ધીમે ધીમે વ્‍યવસ્‍થા પાટા પર આવવા લાગી હતી.

દરરોજ ૨૦ થી ૨૨ હજાર શ્રદ્ધાળુઓ ભોલે બાબાના દર્શન કરવા આવી રહ્યા છે. તે જ સમયે, બદરી-કેદાર મંદિર સમિતિએ કેદારનાથમાં દૈનિક દર્શનનો સમય પણ વધાર્યો છે, જેથી વધુને વધુ શ્રદ્ધાળુઓ દર્શન કરીને પરત ફરી શકે. યાત્રીઓ પગપાળા, ઘોડા-ખચ્‍ચર દ્વારા, હવાઈ માર્ગે, ભોલે બાબા સુધી પહોંચે છે અને બાબાના ચરણોમાં શિશ ઝુકાવે છે.

ભક્‍તોને ભોલે બાબામાં એટલી શ્રદ્ધા છે કે તડકા અને વરસાદમાં પણ તેઓ બે-ત્રણ કિલોમીટર લાંબી લાઈનમાં ઉભા રહીને પોતાનો વારો આવે તેની રાહ જોતા હોઈ છે. યાત્રાના ૨૮ દિવસમાં ૭,૧૦,૬૯૮ શ્રદ્ધાળુઓએ બાબા કેદારના દર્શન કર્યા છે. યાત્રિકોની સંખ્‍યામાં વધારો થતાં મંદિર સમિતિની આવકમાં વધારો થઈ રહ્યો છે ત્‍યારે યાત્રા સાથે સંકળાયેલા વેપારીઓને તેનો સારો લાભ મળી રહ્યો છે.

(3:24 PM IST)