<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th June 2024

ર૪ કલાકમાં સોનામાં ર૧૦૦ રૂ. તૂટયા

મોડી રાત્રે વધુ ૪૦૦ રૂ. ઘટતા સોનાના ભાવ ઘટીને ૭૩,૪૦૦ રૂ. થયા : ચાંદીમાં પણ ર૦૦૦ રૂપિયાનું ગાબડુ પડતા ભાવ ૮૯,૦૦૦ રૂ. થયા

રાજકોટ તા. ૮: સોના-ચાંદીમાં મંદીનો દોર યથાવત રહ્યો છે. સોનામાં મોડી રાત્રે વધુ ૪૦૦ રૂ. તૂટતા સોનું સ્‍ટાર્ન્‍ડડ (૧૦ ગ્રામ) ના ભાવ ઘટીને ૭૩,૪૦૦ રૂ. થયા છે. ર૪ કલાકમાં સોનામાં ર૧૦૦ રૂ.નું ગાબડું પડયું છે. ગઇકાલે સવારે સોનું (૧૦ ગ્રામ) ના ભાવ ૭પ,પ૦૦ રૂ. હતા તે ઘટીને આજે ૭૩,૪૦૦ રૂ. થઇ ગયા છે. સોનાની સાથે ચાંદીમાં પણ ર૦૦૦ રૂ. તૂટયા છે. ગઇકાલે સવારે ચાંદી ચોરસા (૧ કિલો)ના ભાવ ૯૧,૦૦૦ રૂ. હતા તે ઘટીને આજે ૮૯,૦૦૦ રૂ. થઇ ગયા છે. ચીને સોનાની ખરીદી બંધ કરતા બંને કિંમતી વસ્‍તુઓના ભાવમાં ગાબડા પડયા છે.

(3:38 PM IST)