News of Saturday, 8th June 2024
ઉદ્ધવ જૂથના બે સાંસદો NDAમાં જોડાવા શિંદેને મળ્યાનો દાવા
સરકાર બને તે પહેલા જોડ-તોડે

મુંબઇ, તા.૮: લોકસભા ચૂંટણી ૨૦૨૪ના પરિણામોની જાહેરાત બાદ શિવસેના (UBT) પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની મુસીબતો વધતી દેખાઈ રહી છે. પહેલા તો ૨૦૧૯ ની સરખામણીમાં તેમની બેઠકો ઘટી ગઇ છે જ્યારે હવે તેમના બે નવા ચૂંટાયેલા સાંસદોએ મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેનો સંપર્ક કર્યો હોવાનો દાવો કરાયો છે. આ બંને સાંસદોએ તેમણે ફઝખ્માં જોડાવાની ઈચ્છા વ્યક્ત કરી છે. શિવસેના શિંદે જૂથે આ દાવો કર્યો છે.
શિવસેના શિંદે જૂથના નેતા અને નવા ચૂંટાયેલા સાંસદ નરેશ મહાસ્કેએ કહ્યું છે કે શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ)ના બે નવા ચૂંટાયેલા સાંસદોએ એકનાથ શિંદેનો સંપર્ક કર્યો છે. તે એનડીએ અને શિવસેના શિંદે સાથે જોડાવા માંગે છે. શિંદે જૂથનો દાવો છે કે ઉદ્ધવ જૂથના ૨ સાંસદો તેમના સંપર્કમાં છે અને વધુ ૪ સાંસદો કતારમાં છે, જેઓ ટૂંક સમયમાં શિંદે જૂથનો સંપર્ક કરવા જઈ રહ્યા છે.
નરેશ મ્હસ્કેના નિવેદનથી UBT જૂથમાં હડકંપ : નરેશ મ્હસ્કેના આ નિવેદનથી ઉદ્ધવ ઠાકરેની શિવસેનામાં હડકંપ મચી ગયો છે. હાલમાં ઉદ્ધવ જૂથના કોઈ નેતા આ અંગે વાત કરવા તૈયાર નથી. મુખ્યમંત્રી એકનાથ શિંદેની પાર્ટી શિવસેનાએ પાર્ટીમાં બળવો થયા બાદ પહેલીવાર મહાયુતિ સાથે ગઠબંધન કરીને લોકસભાની ચૂંટણી લડી હતી. સીએમ શિંદેની શિવસેના, જે ૧૫ બેઠકો પર લડી હતી, તેને કુલ ૭ બેઠકો મળી હતી જ્યારે ઉદ્ધવ જૂથની શિવસેનાને ૯ બેઠકો મળી હતી. આ ઉપરાંત કોંગ્રેસને ૧૩ અને ભાજપને ૯ બેઠકો મળી છે.
(3:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
