<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th June 2024

ઇરડાએ સરેંડર વેલ્‍યુ વધારવા તૈયાર કર્યો નવો પ્રસ્‍તાવ

પોલીસી ધારકોને પોલીસી સરેંડર કરવા પર મળશે વધુ રકમ

નવી દિલ્‍હી તા. ૮: વિમા નિયામક ઇરદા બહુ જલ્‍દી ઇન્‍સ્‍યોરંસ પોલીસી સરેંડર કમરવાના નિયમોમાં મોટો ફેરફાર કરી શકે છે. રિપોર્ટ અનુસાર, વીમાની સરેંડર વેલ્‍યુ વધારવા માટે ઇરડાએ નવો પ્રસ્‍તાવ તૈયાર કરી લીધો છે. વીમા કંપનીઓ પાસેથી આના પર સૂચનો માંગવામાં આવ્‍યા છે. નવા પ્રસ્‍તાવમાં સરેંડર ચાર્જને વધારીને ૮ર ટકા કરવાની વાત કહેવામાં આવી છે. હાલમાં આ વેલ્‍યુ લગભગ ૩૦ ટકા, જો નવો પ્રસ્‍તાવ અમલી બનશે તો કોઇ શખ્‍સ મેરયોરીટી પહેલા પોતાની જીવન વીમા પોલીસી સરેંડર કરે તો તેને પહેલા કરતા વધારે રકમ પાછી મળશે.

ડીસેમ્‍બર ર૦ર૩માં પણ ઇરડાએ સરેંડર વેલ્‍યુ વધારવાનો પ્રસ્‍તાવ મૂકયો હતો, પણ વીમા કંપનીઓના વિરોધના કારણે તેને લાગૂ નહોતો કરવામાં આવ્‍યો. હવે ફરીથી આ કવાયત શરૂ કરાઇ છે. નવો પ્રસ્‍તાવ પાસ થઇ જશે તો વીમા ધારકોને ફાયદો થશે. વીમા કંપનીઓ ફરી આ પ્રસ્‍તાવનો વિરોધ કરી રહી છે. તેમનું કહેવું છે કે અનાથી તેમના હિતોને સઅર થશે.

સુત્રો અનુસાર, ઇરડાએ નવા પ્રસ્‍તાવમાં ઉંચી સુનિヘીત રકમ પાછી અને ખાસ સરેંડર વેલ્‍યુનો વિકલ્‍પ રાખ્‍યો છે. તેના હેઠળ પોલીસી ધારકને પહેલા વર્ષથી જ ખાસ સરેંડર વેલ્‍યુ મળશે. દાખલા તરીકે કોઇ પોલીસી ધારકનું વાર્ષિક પ્રિમીયમ ૧૦૦ રૂપિયા છે અને વીમાનો ચેચ્‍યોરીટી પીરીયડ ૧૦ વર્ષ છે. પણ પોલીસી ધારકે પહેલું પ્રિમીયમ ચુકવ્‍યા પછી પોલીસી સરેંડર કરી તો તેને ખાસ સરેંડર વેલ્‍યુ રૂપે ૩૦ થી પ૦ રૂપિયા સુધીની રકમ પાછી મળશે.

અત્‍યારે આટલી

રકમ પરત મળે છે

૧ વર્ષ          ૦ ટકા

બીજા વર્ષે      ૩૦ ટકા

ત્રીજા વર્ષે      ૩પ ટકા

૪ થી ૭ વર્ષ    પ૦ ટકા

છેલ્લા બે વર્ષમાં-   ૯૦ ટકા

(3:55 PM IST)