<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th June 2024

ઈન્ડીયા ગઠબંધનને ન મળ્યું નરેન્દ્રભાઈ મોદીના શપથ ગ્રહણ સમારંભનું આમંત્રણ : કહ્યું- નિમંત્રણ મળશે તો વિચાર કરશું

આ સમારંભને રાષ્ટ્રીય મહત્વ આપવાને બદલે રાજકીય ઘટના તરીકે જુએ છે :કોંગ્રેસના આ નિવેદનથી એ બાબત સ્પષ્ટ થાય છે કે કોંગ્રેસ ભાજપ સામે પોતાની રણનીતિમાં ઘણી ગંભીર છે

નવી દિલ્હી તા.૮ :નરેન્દ્રભાઈ મોદી રવિવારે ભારતના વડા પ્રધાન તરીકે સતત ત્રીજી વખત શપથ લેશે. તેમની સાથે નવા બનવા જઈ રહેલ કેન્દ્રીય મંત્રીમંડળના સભ્યો પણ પદ અને ગોપનિયતાના શપથ લેશે. 

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના શપથ ગ્રહણ સમારંભને લઈ રાજકીય માહોલ ગરમાયો છે. કોંગ્રેસ નેતા જયરામ રમેશે આ સમારંભને લઈ એક નિવેદન આપ્યું છે. રમેશે કહ્યું છે કે ફક્ત આંતરરાષ્ટ્રીય નેતાઓને જ શપથ ગ્રહણ સમારંભમાં આમંત્રણ આપવામાં આવ્યું છે. 

અમારા નેતાઓને હજુ સુધી આમંત્રણ મળ્યું નથી. જ્યારે અમારા ઈન્ડી. ગઠબંધનના નેતાઓને આમંત્રણ મળશે ત્યારે અમે આ અંગે વિચાર કરશું.

આ નિવેદન કોંગ્રેસ તરફથી ભાજપ અને મોદી સરકારને સ્પષ્ટ સંદેશ છે. કોંગ્રેસે આ નિવેદનના માધ્યમથી એ બાબત સ્પષ્ટ કરી દીધી છે કે તેઓ આ સમારંભને રાષ્ટ્રીય મહત્વ આપવાને બદલે રાજકીય ઘટના તરીકે જુએ છે.

કોંગ્રેસના આ નિવેદનથી એ બાબત સ્પષ્ટ થાય છે કે કોંગ્રેસ ભાજપ સામે પોતાની રણનીતિમાં ઘણી ગંભીર છે અને તે ભાજપને પડકારવા માટે તૈયાર છે. હવે એ જોવાનું રહેશે કે કોંગ્રેસના આ નિવેદનની શપથ ગ્રહણ સમારંભ પર શું અસર થઈ શકે છે અને પક્ષે કેવી રીતે રાજકીય માહોલ બદલાય છે.

(5:03 PM IST)