તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Saturday, 8th June 2024
કોંગ્રેસ સંસદીય દળના નેતા તરીકે સોનિયા ગાંધી ચૂંટાયા: ખડગેના પ્રસ્તાવને સર્વસમંતિથી સ્વીકાર
પાર્ટીના સાંસદો ગૌરવ ગોગોઈ, તારિક અનવર, કે સુધાકરને ઠરાવને સમર્થન આપ્યું

નવી દિલ્હી:સંસદના સેન્ટ્રલ હોલમાં કોંગ્રેસ સંસદીય દળની બેઠક યોજાઈ હતી. બેઠકમાં સોનિયા ગાંધીને કોંગ્રેસ સંસદીય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સોનિયા ગાંધીના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને સર્વસંમતિથી સ્વીકારવામાં આવ્યો હતો.
આ બેઠકમાં સોનિયા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, પાર્ટીના સાંસદ રાહુલ ગાંધી, પ્રમોદ તિવારી અને પાર્ટીના અન્ય વરિષ્ઠ નેતાઓ હાજર હતા. આ પહેલા જ રાજધાની દિલ્હીમાં કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની બેઠક મળી હતી. બેઠકમાં પાર્ટીની ભાવિ રણનીતિ નક્કી કરવા લોકસભા ચૂંટણીના પરિણામો પર મહત્વની ચર્ચા કરવામાં આવી હતી
બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ પદ માટે સોનિયા ગાંધીના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. પાર્ટીના સાંસદો ગૌરવ ગોગોઈ, તારિક અનવર, કે સુધાકરને ઠરાવને સમર્થન આપ્યું હતું.
માહિતી આપતાં કોંગ્રેસના રાજ્યસભા સાંસદ પ્રમોદ તિવારીએ કહ્યું કે, "સોનિયા ગાંધીને સર્વસંમતિથી કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યા છે." .
(8:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
