News of Saturday, 8th June 2024
કોંગ્રેસ સંસદીય દળની બેઠકમાં સોનિયા ગાંધી કોંગ્રેસ સંસદીય દળના નેતા તરીકે ચૂંટાયા : કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના પ્રસ્તાવને સર્વસંમતિથી અપાઈ મંજૂરી
કોંગ્રેસ સંસદીય દળના નેતા તરીકે ચૂંટાયા બાદ સોનિયા ગાંધીએ કહ્યું કે સરકારની ખોટી નીતિઓ સામે લડત ચાલુ રાખીશુ : જનહિતમાં અમારી નીતિઓ માટે લડતા રહીશું

નવી દિલ્હી : શનિવારે સંસદના સેન્ટ્રલ હોલમાં કોંગ્રેસ સંસદીય દળની બેઠક યોજાઈ હતી. બેઠકમાં સોનિયા ગાંધીને કોંગ્રેસ સંસદીય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સોનિયા ગાંધીના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને સર્વસંમતિથી સ્વીકારવામાં આવ્યો હતો. આ બેઠકમાં સોનિયા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, પાર્ટીના સાંસદ રાહુલ ગાંધી, પ્રમોદ તિવારી અને પાર્ટીના અન્ય વરિષ્ઠ નેતાઓ હાજર હતા.
આ પહેલા શનિવારે જ રાજધાની દિલ્હીમાં કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની બેઠક મળી હતી. બેઠકમાં પાર્ટીની ભાવિ રણનીતિ નક્કી કરવા લોકસભા ચૂંટણીના પરિણામો પર મહત્વની ચર્ચા કરવામાં આવી હતી.
લોકસભા ચૂંટણીના પરિણામો બાદ બેઠકોનો દોર ચાલુ છે. દિલ્હીથી લખનૌ સુધી NDA અને INDIAની બેઠકો સતત થઈ રહી છે. આજે સાંજે દિલ્હીમાં કોંગ્રેસ સંસદીય દળની બેઠક માડી હતી અને આ પહેલા કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મળી હતી જેમાં રાહુલ ગાંધીને લોકસભામાં વિપક્ષના નેતા બનાવવાની માંગ કરવામાં આવી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, સંસદીય દળની બેઠકમાં નેતા તરીકે ચૂંટાયા બાદ સોનિયા ગાંધીએ સાંસદોને કહ્યું કે "મારામાં વિશ્વાસ દર્શાવવા માટે તમારા બધાનો આભાર. સાંપ્રદાયિક ધ્રુવીકરણ અને સરકારની ખોટી નીતિઓ સામે આપણે લડત ચાલુ રાખશે. આપણે ભવિષ્યમાં પણ જનહિતમાં આપણી નીતિઓ માટે લડતા રહીશું. આપણા પ્રયાસો એ સુનિશ્ચિત કરવાના રહેશે કે સંસદ સુચારુ રીતે ચાલે."
(8:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
