હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Saturday, 8th June 2024
કાલે સાંજે મોદી અને મંત્રીમંડળના સભ્યો લેશે શપથ :65થી 70 સાંસદો બની શકે મંત્રી : 25 થી વધુ સાંસદોને મળી શકે છે કેબિનેટનું મંત્રી પદ
40થી 45 સાંસદો બની શકે છે રાજ્ય કક્ષાના મંત્રી:ગુજરાતમાંથી કોણ કોણ બનશે મંત્રી : અટકળનો દોર શરૂ

નવી દિલ્હી : આવતીકાલે સાંજે નરેન્દ્ર ભાઈ મોદી અને મંત્રીમંડળના સદસ્યો શપથ લેશે,વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ટીમમાં 65 થી 70 સાંસદો મંત્રી બની શકે છે જયારે 25થી વધુ સાંસદોને કેબિનેટનું મંત્રી પદ બની શકે છે આ ઉપરાંત 40થી 45 સાંસદો રાજ્ય કક્ષાના મંત્રી બની શકે છે
દરમિયાન નરેન્દ્રભાઈ મોદીની ટીમમાં ગુજરાતમાંથી કોણ? આ અંગે અટકળો નું બજાર ગરમ થયું છે અમિતભાઇ શાહ, મનસુખભાઇ માંડવીયા, જેપી નડ્ડા અને જયશંકર કેબિનેટ મિનિસ્ટર બની શકે છે
ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ નો પણ મંત્રીમંડળમાં સમાવેશ થઈ શકે છે
2019 માં ગુજરાતમાંથી સાત સાંસદોને મળ્યું હતું મંત્રી પદ પણ આ વખતે ચારથી પાંચ સાંસદ નો મોદીની ટીમમાં સમાવેશ થઈ શકે છે આવતીકાલે સવારે ચિત્ર સ્પષ્ટ થશે
( IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
