<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th June 2024

દિલ્હીના શાહીન બાગના રેસ્ટોરન્ટમાં ભયંકર લાગી આગઃ ૭ ફાયર ટેન્ડર ઘટનાસ્થળે દોડી આવ્‍યાઃ આગ પર કાબૂ મેળવવામાં સફળ

આગની ઘટના બાદ વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.

નવી દિલ્‍હીઃ  દિલ્હીના શાહીન બાગ વિસ્તારમાં એક રેસ્ટોરન્ટમાં આગ લાગી હતી. દિલ્હી ફાયર સર્વિસના જણાવ્યા અનુસાર, આગ સૌપ્રથમ વિદ્યુત વાયરમાં લાગી હતી અને ત્યારબાદ તે રેસ્ટોરન્ટમાં ફેલાઈ ગઈ હતી. 7 ફાયર ટેન્ડર ઘટનાસ્થળે હાજર છે અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.

આ પહેલા શનિવારે બપોરે પૂર્વ દિલ્હીના કૃષ્ણા નગર વિસ્તારમાં એક મકાનમાં આગ લાગી હતી. પોલીસે જણાવ્યું કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. એક અધિકારીના જણાવ્યા અનુસાર, પૂર્વ આઝાદ નગરમાં લગભગ 3.30 વાગ્યે આગ લાગવાની માહિતી મળી હતી. તેમણે કહ્યું કે આગ બે માળની ઇમારતના પહેલા માળે લાગી હતી, જેને ત્રણ ફાયર એન્જિનની મદદથી કાબૂમાં લેવામાં આવી હતી. અધિકારીએ જણાવ્યું કે અડધા કલાકમાં આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.

(10:32 PM IST)