<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th June 2024

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના ત્રીજા કાર્યકાળના શપથગ્રહણ સમારંભમાં ભાગ લેવા માટે વિદેશી મહેમાનો પહોંચવાનો સિલસિલો શરૂઃ સાત દેશના વડા સાથે વડાપ્રધાન શ્રી મોદી કરશે દ્વિપક્ષીય વાટાઘાટ

બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીના અને સેશેલ્સના ઉપ-રાષ્ટ્રપતિ મોહમ્મદ આફિફ નવી દિલ્હી પહોંચ્યાઃ બાંગ્લાદેશ માટે આ યાત્રા છે ખૂબ જ મહત્વની

નવી દિલ્‍હીઃ નવી દિલ્‍હીઃ રવિવારે યોજનારા PM નરેન્દ્ર મોદીના ત્રીજા કાર્યકાળના શપથગ્રહણ સમારંભમાં ભાગ લેવા માટે વિદેશી મહેમાનો પહોંચવાનો સિલસિલો શરૂ થઈ ગયો છે. શનિવારે બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીના અને સેશેલ્સના ઉપ-રાષ્ટ્રપતિ મોહમ્મદ આફિફ નવી દિલ્હી પહોંચ્યા હતા.

જ્યારે માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુ, નેપાળના PM પુષ્પ કમલ દહલ, શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે, મોરેશિયસના PM પ્રવિંદ જગન્નાથ, ભૂટાનના PM ત્શેરિંગ તોગ્બે રવિવારે પહોંચશે.

ભારત સરકાર તરફથી પડોસી અને હિંદ મહાસાગરમાં સ્થિત ત્રણ નજીકના દેશોના વડાને આમંત્રણ આપવામાં આવ્યું છે. અત્યાર સુધીની મળેલી માહિતી પ્રમાણે તમામ સાત દેશના વડા સાથે PM મોદી શપથ ગ્રહણ સમારંભ બાદ અલગ-અલગ દ્વિપક્ષીય મંત્રણા કરશે.

PM નરેન્દ્ર મોદી 09 જૂન 2024ના રોજ સાંજે 7.15 વાગે વડાપ્રધાન પદના શપથ લેશે. શેખ હસીના એકમાત્ર વિદેશી મહેમાન છે કે જેમણે PM મોદીના ત્રણેય શપથ ગ્રહણ સમારંભમાં ભાગ લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. અલબત આ વખતની તેમની યાત્રા ખૂબ જ ખાસ માનવામાં આવે છે. કારણ કે જુલાઈ,2024માં PM હસીના ચીનની યાત્રા પર જવાના છે. ચીનના ઢાકા સ્થિત રાજદૂત તાજેતરમાં જ ઐતિહાસિક અને ગેમચેન્જર કરાર કર્યાં છે.

રાજકીય સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ યાત્રા દરમિયાન શેખ હસીના અને ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંગ વચ્ચે અનેક કરાર પર સમજૂતી થશે. આ સંજોગોમાં બાંગ્લાદેશ તરફથી એવી ઈચ્છા વ્યક્ત કરવામાં આવી હતી કે હસીનાની આ યાત્રા અગાઉ કેટલાક મુદ્દાને લઈ ભારત તથા બાંગ્લદેશ વચ્ચે ચર્ચા થવી જોઈએ. તેમાં એક મુદ્દો ચીન તરફથી તીસ્તા નદીની સફાઈનો સૂચિત પ્રોજેકટ પણ છે. આ દ્રષ્ટીએ ભારત અને બાંગ્લદેશના PM વચ્ચે આ મુલાકાત ખૂબ જ મહત્વની માનવામાં આવે છે.

(11:31 PM IST)