<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th June 2024

આજે સાંજે 7.15 કલાકે રાષ્ટ્રપતિ ભવનમાં નરેન્દ્ર મોદીના સતત ત્રીજા વખતે લેશે શપથ ગ્રહણઃ ‌મોદી કેબિનેટમાં આ વખતે બિહારની બલ્‍લે બલ્‍લે !: યુપીના ચાર મંત્રીઓ ફાઇનલ લિસ્‍ટમાં !

લખનૌથી ભાજપના વિજેતા ઉમેદવાર રાજનાથ સિંહ કેન્દ્રીય રક્ષા મંત્રી બને તેવી શક્યતાઃ જેડી(એસ)ના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીની પાર્ટી કૃષિ વિભાગમાં રસ દાખવ્‍યો

નવી દિલ્‍હીઃ આજે સાંજે 7.15 કલાકે રાષ્ટ્રપતિ ભવનમાં નરેન્દ્રભાઇ મોદીના સતત ત્રીજા વખતે શપથ ગ્રહણ લેશે.  ‌નરેન્‍દ્રભાઇ મોદી કેબિનેટમાં આ વખતે બિહારની બલ્‍લે બલ્‍લે થઇ જશે તેવી સંભાવના છે.  જયારે  યુપીના ચાર મંત્રીઓ ફાઇનલ લિસ્‍ટમાં આવે તેવા પણ એંધાણ વર્તાઇ રહ્યા છે.

મળતી માહિતી મુજબ આજે સાંજે 7.15 કલાકે રાષ્ટ્રપતિ ભવનમાં નરેન્દ્ર મોદીના સતત ત્રીજા શપથ ગ્રહણ સમારોહમાં હવે થોડા જ કલાકો બાકી છે. ત્યારે તમામની નજર મોદી કેબિનેટમાં સીટોની વહેંચણી પર છે. ભારતીય જનતા પાર્ટી 272 બેઠકો સાથે લોકસભાની ચૂંટણીમાં સંપૂર્ણ બહુમતી મેળવવામાં નિષ્ફળ રહી હોવાથી, તે તેના NDA સહયોગી JD(U) અને TDPના સમર્થનથી સરકાર બનાવશે. પરિસ્થિતિને જોતાં, મુખ્ય સાથી પક્ષોની નજર કેબિનેટમાં મોટી ભાગીદારી પર છે અને મંત્રીઓને પોર્ટફોલિયોની ફાળવણી મુશ્કેલ બનશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, લખનૌથી ભાજપના વિજેતા ઉમેદવાર રાજનાથ સિંહ કેન્દ્રીય રક્ષા મંત્રી બને તેવી શક્યતા છે.

જાહેરાત

આ પહેલા જેડી(એસ)ના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ સંકેત આપ્યો હતો કે, તેમની પાર્ટી સરકારમાં કૃષિ વિભાગમાં રસ ધરાવે છે. સૂત્રોએ જણાવ્યું કે, એનડીએના સહયોગી દળોના ઘણા નેતાઓને મહત્વના વિભાગો માટે ધ્યાનમાં લેવામાં આવી રહ્યા છે. અહીં તે ચૂંટાયેલા સાંસદોની યાદી છે, જેમને મંત્રાલય અથવા કેબિનેટમાં સ્થાન મળી શકે છે.

કર્ણાટક

મંડ્યાથી એચ.ડી કુમારસ્વામી JD(S)
ધારવાડમાંથી પ્રહલાદ જોશી (BJP)
હાવેરીથી બસવરાજ બોમાઈ (BJP)
ચિત્રદુર્ગાથી ગોવિંદ કરજોલ (BJP)
બેંગલુરુથી BJP નેતા પી. સી. મોહન (BJP)

ઉત્તર પ્રદેશ

લખનૌ રાજનાથ સિંહ (ભાજપ)
જિતિનપ્રસાદ (ભાજપ)
મિર્ઝાપુરથી અનુપ્રિયા પટેલ (અપના દળ)
મથુરાથી જયંત ચૌધરી

(રાષ્ટ્રીય લોક દળ)

બિહાર

ચિરાગ પાસવાન (LJP)
લલન સિંહ (JD-U)
સંજય કુમાર ઝા (JD-U)
રામ નાથ ઠાકુર (JD-U)
સુનિલ કુમાર (JD-U)
કૌશલેન્દ્ર કુમાર (JD-U)
જીતન રામ માંઝી (હિન્દુસ્તાની આવામ મોરચા - પ્રમુખ)
નિત્યાનંદ રાય (ભાજપ)
રાજીવ પ્રતાપ રૂડી (ભાજપ)
સંજય જયસ્વાલ (ભાજપ)

મહારાષ્ટ્ર

પ્રતાપરાવ જાધવ (ભાજપ)
નીતિન ગડકરી (ભાજપ)
પીયૂષ ગોયલ (ભાજપ)

મધ્ય પ્રદેશ

જ્યોતિરાદિત્ય સિંધિયા (ભાજપ)
શિવરાજ સિંહ ચૌહાણ (ભાજપ)

તેલંગાણા

કિશન રેડ્ડી (ભાજપ)
ઈટાલા રાજેન્દ્ર (ભાજપ)
ડીકે અરુણા (ભાજપ)
ડી અરવિંદ (ભાજપ)
બંદી સંજય (ભાજપ)

ઓડિશા

ધર્મેન્દ્ર પ્રધાન (ભાજપ)
મનમોહન સામલ (ભાજપ)

રાજસ્થાન

ગજેન્દ્ર સિંહ શેખાવત (ભાજપ)
દુષ્યંત સિંહ (ભાજપ)

કેરળ

સુરેશ ગોપી (ભાજપ)

પશ્ચિમ બંગાળ

શાંતનુ ઠાકુર (ભાજપ)

આંધ્રપ્રદેશ

દગ્ગુબતી પુરંદેશ્વરી (ભાજપ)
કિંજરાપુ રામ મોહન નાયડુ (ટીડીપી)

જમ્મુ

જીતેન્દ્ર સિંહ (ભાજપ)
જુગલ કિશોર શર્મા (ભાજપ)

આસામ

સર્બાનંદ સોનોવાલ (BJP)
બિજુલી કલિતા મેધી (BJP)

અરુણાચલ પ્રદેશ

કિરેન રિજિજુ (BJP)

(10:45 AM IST)