<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th June 2024

નિર્મલા સીતારમણને પણ કેબિનેટ મંત્રી તરીકે શપથ લેવા આમંત્રણ મળ્યું: માલદીવના રાષ્ટ્રપતિ આવી પહોંચ્યા: જવાહરલાલ નહેરુ પછી નરેન્દ્રભાઈ મોદી ત્રીજી વખત શપથ લેનાર બીજા વડાપ્રધાન બનશે: દિલ્હીમાં ઠેર ઠેર નરેન્દ્રભાઈના પોસ્ટરો લાગ્યા: કોંગ્રેસના ખડગે સમારોહમાં હાજરી આપશે કે કેમ તે હવે નક્કી થશે

પૂર્વ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણને સવારે ૧૦.૪૨ વાગ્યે કેબિનેટ મંત્રી તરીકે આજે સાંજે:શપથ લેવા માટે ફોન કોલ દ્વારા આમંત્રણ મળ્યું હોવાનું જાણવા મળે છે.

દરમિયાન માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુ દિલ્હી પહોંચ્યા છે. સંખ્યાબંધ વિદેશી મહાનુભાવો આવી રહ્યા છે.

જવાહરલાલ નહેરૂ બાદ નરેન્દ્રભાઇ મોદી બીજા નેતા છે કે, જેઓ સતત ત્રીજી વખત વડાપ્રધાન બનશે. નહેરૂએ ૧૯૫૨, ૫૭, અને ૬૨ની લોકસભા ચૂંટણીમાં જીત હાંસલ કરી સતત ત્રીજી વખત વડાપ્રધાન બન્યા હતા. ૬ દાયકા બાદ ફરી નરેન્દ્રભાઈ આ રેકોર્ડની બરાબરી કરશે.

મોદી સરકાર ૩નો સોગંદ વિધિ કાર્યક્રમ રાષ્ટ્રપતિ ભવન ખાતે સાંજે ૭.૧૫ વાગ્યે યોજાશે.

નરેન્દ્રભાઇ આજે ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે. દિલ્હીમાં વિવિધ સ્થળોએ નરેન્દ્રભાઈના પોસ્ટરો લગાવવામાં આવ્યા છે.

મલ્લિકાર્જુન ખડગેને શપથ ગ્રહણ કાર્યક્રમ માટે આમંત્રણ મળ્યું છે. જો કે, કોંગ્રેસ હાજરી આપવા અંગે ઇન્ડિયા ગઠબંધનના સાથી પક્ષો સાથે ચર્ચા કર્યા બાદ  નિર્ણય લેવામાં આવશે

(11:22 AM IST)