<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th June 2024

મોદી સરકાર 3.0નો શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવા માટે માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુ દિલ્હી પહોંચ્યા

મલ્લિકાર્જુન ખડગેને શપથ ગ્રહણ કાર્યક્રમ માટે આમંત્રણ મળ્યું છે. જો કે, કોંગ્રેસ શપથ ગ્રહણમાં હાજરી આપશે કે નહીં તે અંગે ગઠબંધનના ભાગીદારો સાથે ચર્ચા કર્યા બાદ આજે નિર્ણય લેવામાં આવશે.

નવી દિલ્‍હીઃ | મોદી સરકાર 3.0નો શપથ ગ્રહણ સમારોહ આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે સાંજે 7.15 કલાકે યોજાશે. નરેન્દ્ર મોદી આજે ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે. આ અંગે મોટા પાયે તૈયારીઓ કરવામાં આવી છે. શપથ ગ્રહણ પહેલા દિલ્હીમાં વિવિધ સ્થળોએ નરેન્દ્ર મોદીના પોસ્ટર લગાવવામાં આવ્યા છે. મલ્લિકાર્જુન ખડગેને શપથ ગ્રહણ કાર્યક્રમ માટે આમંત્રણ મળ્યું છે. જો કે, કોંગ્રેસ શપથ ગ્રહણમાં હાજરી આપશે કે નહીં તે અંગે ગઠબંધનના ભાગીદારો સાથે ચર્ચા કર્યા બાદ આજે નિર્ણય લેવામાં આવશે.

ભારતના પડોશી દેશો અને હિંદ મહાસાગર ક્ષેત્રના નેતાઓ વડાપ્રધાન મોદી અને તેમના મંત્રીમંડળના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપે તેવી અપેક્ષા છે. શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે, માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુ, સેશેલ્સના ઉપરાષ્ટ્રપતિ અહેમદ અફીફ, બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના, મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ કુમાર જુગનાથ, નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ 'પ્રચંડ' અને ભૂટાનના વડાપ્રધાન શેરિંગ તોબગે પણ તેમાં ભાગ લે તેવી શક્યતા છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે આ નેતાઓને ભારતે તેની 'નેબરહુડ ફર્સ્ટ' નીતિની પ્રાથમિકતા હેઠળ સતત ત્રીજી વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે આમંત્રણ આપ્યું છે.

ખટાશભર્યા સંબંધો વચ્ચે પણ માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુ મોદી સરકારના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થવા માટે દિલ્હી પહોંચી ગયા છે. આ સમારોહમાં નેપાળ, શ્રીલંકા, બાંગ્લાદેશ અને ભૂટાનના રાજ્યોના વડાઓ પણ હાજરી આપવાના છે. આ દરમિયાન નરેન્દ્ર મોદી થોડા સમય પછી પોતાના સંભવિત મંત્રીઓ સાથે ચાય પે ચર્ચા પણ કરશે. 

મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ જુગનાથ પણ નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ માટે દિલ્હી પહોંચી ગયા છે. ભારત અને મોરેશિયસ વચ્ચે ઐતિહાસિક રીતે ગાઢ દરિયાઈ ભાગીદારી છે.


દિલ્હી પોલીસના 3 હજાર જવાનો, 15 કંપની અર્ધલશ્કરી દળના જવાનો, NSG, SPG અને ઈન્ટેલિજન્સ વિંગના અધિકારીઓ પણ તૈનાત રહેશે.
5 વાગ્યે મહેમાનો આવવાનું શરૂ થશે. શપથગ્રહણ સાંજે 7
નવી દિલ્હીની સીમામાં આવતા તમામ રસ્તાઓ પર કડક સુરક્ષા રહેશે. નવી દિલ્હી વિસ્તારના તમામ મહત્વના રસ્તાઓ પર અર્ધલશ્કરી દળોની સાથે દિલ્હી પોલીસના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે.
8મી જૂને દિલ્હી પોલીસે VVIP રૂટ પર ડમી કાફલો કાઢ્યો હતો, જેમાં કેટલો સમય અને શું હશે આ અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી.
દિલ્હીની તે તમામ હોટલોમાં જ્યાં વિદેશી મહેમાનો રોકાયા છે. ત્યાં સુરક્ષા વ્યવસ્થાનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે.

મહાત્મા ગાંધી અને અટલ બિહારી વાજપેયીને નમન કર્યા બાદ પીએમ મોદીએ વૉર મેમોરિયલની મુલાકાત લીધી હતી. ત્યાં તેમણે વીર સપૂતોને શ્રદ્ધાંજલિ આપી હતી. 

શપથ લેતા પહેલા નરેન્દ્ર મોદી વહેલી સવારે રાજઘાટ પહોંચ્યા હતા. અહીં તેમણે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની સમાધિ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પછી નરેન્દ્ર મોદી અહીંથી અટલ જવા રવાના થયા.

(11:24 AM IST)