<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th June 2024

દિલ્‍હીમાં IIT Madras એટલે કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી મદ્રાસે JEE એડવાન્સનું પરિણામ કર્યું જાહેર

IIT મદ્રાસે JEE એડવાન્સ પરિણામની સાથે ફાઈનલ આન્સર કી પણ બહાર પાડી, પેપર 1 અને પેપર 2 માં કુલ 180,200 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી જેમાંથી કુલ 48,248 વિદ્યાર્થીઓ પાસ થયા

નવી દિલ્‍હીઃ IIT Madras એટલે કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી મદ્રાસે JEE એડવાન્સનું પરિણામ જાહેર કર્યું છે. વિગતો મુજબ આ વખતે ઈન્દોરના વેદ લાહોટીએ પરીક્ષામાં ટોપ કર્યું છે. મહત્વનું છે કે, જેમને પણ JEE એડવાન્સ પરીક્ષા આપી છે. તેઓ સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને પરિણામ ચકાસી શકે છે. હવે પેપર 1 અને પેપર 2 બંનેનું પરિણામ સત્તાવાર વેબસાઇટ jeeadv.ac.in પર ચકાસી શકાય છે.IIT મદ્રાસે JEE એડવાન્સ પરિણામની સાથે ફાઈનલ આન્સર કી પણ બહાર પાડી છે. પેપર 1 અને પેપર 2 માં કુલ 180,200 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી કુલ 48,248 વિદ્યાર્થીઓ પાસ થયા છે. જેમાં 7,964 છોકરીઓનો સમાવેશ થાય છે. IIT દિલ્હી ઝોનના વેદ લાહોટીએ 360માંથી 355 માર્ક્સ મેળવીને ટોપ કર્યું છે. બોમ્બે ઝોનની દ્વિજા ધર્મેશ કુમાર પટેલ JEE એડવાન્સ રિઝલ્ટ 2024માં ટોપ રેન્કવાળી મહિલા ઉમેદવાર બની છે. તેણે GEE એડવાન્સ્ડમાં 332/360 અંક મેળવ્યા છે. આ સાથે આઈઆઈટી દિલ્હીમાંથી અરિત્રા મલ્હોત્રા, આઈઆઈટી ગુવાહાટીમાંથી અર્ચિતા બંકા, આઈઆઈટી કાનપુરમાંથી શ્રેષ્ઠા ગુપ્તા, આઈઆઈટી ભુવનેશ્વરમાંથી તમન્ના કુમારી, આઈઆઈટી મદ્રાસમાંથી શ્રીનિથ્યા દેવરાજ ટોચ પર છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર JEE-એડવાન્સ ટોપર વેદ લોહાટી ઈન્દોરનો રહેવાસી છે. તેની માતા જયા લાહોટી ગૃહિણી છે. પિતા યોગેશ લાહોટી રિલાયન્સ જિયોમાં કન્સ્ટ્રક્શન મેનેજરની પોસ્ટ પર છે. તેઓ નાનપણથી જ અભ્યાસ પ્રત્યે ખૂબ જ ગંભીર હતા. લોહાટીએ 10માં 98.6 ટકા માર્ક્સ મેળવ્યા હતા. તેણે 12માં 97.6 ટકા માર્ક્સ મેળવ્યા છે. વેદ દરેક વસ્તુના તાર્કિક જવાબો શોધવામાં માને છે. બાળપણમાં તેને શાળામાં કોઈપણ વિષયમાં ઓછા માર્કસ આવે તો તે તેના દાદાને સાથે લઈને શાળાએ જતા અને શિક્ષકને પૂછતા કે તેને ઓછા માર્ક્સ કેમ આવ્યા. આ જુસ્સો આજે પણ તેમનામાં છે. તેમના દાદા આરસી સોમાણી નિવૃત્ત એન્જિનિયર છે. વેદને ચેસ અને ક્રિકેટ પસંદ છે. પરંતુ તેણે આ માટે ક્યારેય શાળા કે જિલ્લા સ્તરની ટીમમાં ભાગ લીધો નથી.

(12:25 PM IST)