હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહારાષ્ટ્રના સિંધુ દુર્ગમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર: રત્નાગીરી માટે ઓરેન્જ એલર્ટ અને પાલઘર, થાણે, મુંબઈ અને રાયગઢ માટે યલો એલર્ટ જાહેર: મહારાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી વચ્ચે ચોમાસુ બે દિવસ વહેલું બેસી ગયું

મુંબઈ: મહારાષ્ટ્રના સિંધુ દુર્ગમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર થયું છે જ્યારે રત્નાગીરી માટે ઓરેન્જ એલર્ટ અને પાલઘર, થાણે, મુંબઈ અને રાયગઢ માટે યલો એલર્ટ જાહેર થયેલ છે મહારાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી વચ્ચે ચોમાસુ બે દિવસ વહેલું બેસી ગયું હોવાની સત્તાવાર જાહેરાત થઈ છે.
હવામાન ખાતાએ રાજવીજ વીજળીના ચમકારા અને ભારે પવન સાથે જોરદાર વરસાદની આગાહી કરી છે દક્ષિણ ભારત અને મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં વરસાદ થયો છે.
આજે વહેલી સવારથી જ થાણે મુંબઈ રાયગઢ જિલ્લામાં ૩૦ થી ૪૦ કિમી ઝડપે વીજળી સાથે વાવાઝોડા જેવો પવન અને મધ્યમથી ભારે વરસાદ પડી રહ્યો છે. મુંબઈના ઘણા વિસ્તારોમાં આજે સવારે વરસાદ પડ્યો છે.
ભારે વરસાદને પગલે આસામના ગૌહત્તિમાં અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે.
હિમાચલ પ્રદેશના ખુલ્લુ અને મનાલી ના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો છે અને વાદળાઓ ઘેરાયા છે.
ચેન્નાઇ શહેરમાં પણ ભારે વરસાદ નોંધાયો છે.
કર્ણાટકના હુબલીમાં હળવો વરસાદ પડ્યો છે અહીં પણ ચોમાસુ બે દિવસ વહેલું શરૂ થયું છે.
કેરળમાં પણ આ વર્ષે ચોમાસુ વહેલું બેસી ગયું છે..









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
