<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th June 2024

ચૂંટણીના પરિણામો બાદ શેરબજારમાં ઉથલપાથલ સર્જાતા અદાણી ગૃપના ચેરમેન ગૌતમ અદાણીની સંપતિમાં ઘટાડો

હવે મુકેશ અંબાણી પહેલા નંબરે અને બીજા નંબર ગૌતમ અદાણી

નવી દિલ્‍હીઃ ગયા અઠવાડિયે, અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના મુકેશ અંબાણીને પાછળ છોડીને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા હતા. જો કે, એ પછી આવેલા લોકસભા ચૂંટણીના પરિણામોથી શેરબજારને મોટો ઝટકો લાગ્યો અને રોકાણકારોએ એક જ દિવસમાં ઐતિહાસિક રીતે 31 લાખ કરોડ રૂપિયા ગુમાવી દીધા. જો કે, હવે શેરબજાર તે ઝટકાથી બહાર આવી ગયું છે અને સતત આગળ વધી રહ્યું છે. ત્યારે આ ઉથલપાથલ વચ્ચે દેશના ટોપ 10 સૌથી ધનિકો અને તેમની સંપત્તિ વિશે જાણીએ.મુકેશ અંબાણી પહેલા નંબરે, બીજા નંબરે ગૌતમ અદાણી

ફોર્બ્સની રિયલ ટાઈમ બિલિયોનેર્સ લિસ્ટના લેટેસ્ટ ડેટા અનુસાર મુકેશ અંબાણી હજુ પણ દેશના સૌથી ધનિક વ્યક્તિ છે. તેમના બે દીકરાઓ આકાશ અંબાણી અને અનંત અંબાણી અને દીકરી ઈશા અંબાણી હવે બિઝનેસની ઘણી જવાબદારીઓ સંભાળી રહ્યા છે. મુકેશ અંબાણીની કુલ સંપત્તિ 110.9 બિલિયન ડોલર હોવાનો અંદાજ છે. ગૌતમ અદાણી 77.8 બિલિયન ડોલરની નેટવર્થ સાથે બીજા નંબરે છે. તેમના બે દીકરાઓ જીત અને કરણ અદાણી પણ બિઝનેસનો મહત્ત્વનો ભાગ બની ગયા છે.

સાવિત્રી જિંદાલ અને JSW ગ્રુપનો પરિવાર આ લિસ્ટમાં ત્રીજા નંબરે છે. તેમની નેટવર્થ 36 બિલિયન ડોલર સુધી પહોંચી ગઈ છે. આ વર્ષે સાવિત્રી જિંદાલે આ લિસ્ટમાં ઘણા ધનિક લોકોને પાછળ છોડી દીધા છે. તે ભારતની સૌથી ધનિક મહિલા પણ છે. તેમના પુત્રો પૃથ્વીરાજ જિંદાલ, સજ્જન જિંદાલ, રતન જિંદાલ અને નવીન જિંદાલ ઘણી મહત્ત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળે છે.

HCL એન્ટરપ્રાઇઝના માલિક શિવ નાદરની નેટવર્થ 30.7 બિલિયન ડોલર છે. તે ધનિકોની યાદીમાં ચોથા નંબર પર છે. સન ફાર્માના દિલીપ સંઘવી 23.9 અબજ ડોલરની સંપત્તિ સાથે 5માં નંબરે છે. તેમના નેતૃત્વ હેઠળ, સન ફાર્મા 5 બિલિયન ડોલરનું વેલ્યૂએશન પ્રાપ્ત કરનારી દેશની પ્રથમ ફાર્માસ્યુટિકલ કંપની બની છે. આ લિસ્ટમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના સાયરસ પૂનાવાલા છઠ્ઠા નંબરે છે. તેમની કુલ સંપત્તિ 21.3 અબજ ડોલર છે. આદિત્ય બિરલા ગ્રુપના કુમાર મંગલમ બિરલા 20.9 બિલિયન ડોલરની સંપત્તિ સાથે 7મા નંબરે છે. આ પછી રાધાકિશન દામાણી 20.6 બિલિયન ડોલર સાથે 8મા નંબરે છે, KP સિંહ 17.3 બિલિયન ડોલર સાથે 9મા નંબર પર છે અને લક્ષ્મી મિત્તલ 16.3 બિલિયન ડોલ

(1:39 PM IST)