<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th June 2024

પીપલ્સ લિબરેશન ગેરિલા આર્મી કંપની નંબર પર સુરક્ષા દળો દ્વારા ઓપરેશન અત્યાર સુધીનો સૌથી મોટો હુમલોઃ ૩ મહિલા સહિત ૬ ને કર્યા ઠાર

બધા ખૂંકાર કેડરના હતા, જેમની પર કુલ 38 લાખ રૂપિયાનું ઈનામ હતુઃ ગોળીઓના અવાજથી જંગલ પણ ગુંજી ઉઠ્યું

નવી દિલ્‍હીઃ નવા નથી, અહીં દરરોજ હુમલા થાય છે. પોલીસના જણાવ્યા અનુસાર, બે દિવસ પહેલા છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં 3 મહિલાઓ સહિત 6 નક્સલવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા. તે બધા ખૂંકાર કેડરના હતા, જેમની પર કુલ 38 લાખ રૂપિયાનું ઈનામ હતું.

 

પીપલ્સ લિબરેશન ગેરિલા આર્મી કંપની નંબર પર સુરક્ષા દળો દ્વારા આ ઓપરેશન અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો છે. પોલીસે કહ્યું કે આનાથી પૂર્વ બસ્તર વિભાગમાં નક્સલવાદીઓમાં ભયનું વાતાવરણ ઊભું થયું છે, જે તેમની સૌથી મજબૂત ગઠન માનવામાં આવે છે.

 

આ એન્કાઉન્ટર શુક્રવારે ઓરછા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ગોબેલ અને થુલાથુલી ગામો પાસે થયું હતું. જ્યારે પોલીસે અગાઉ કહ્યું હતું કે સાત નક્સલવાદીઓ માર્યા ગયા હતા, બાદમાં તેઓએ ત્રણ મહિલાઓ સહિત મૃતકોની સંખ્યા છ હતી. આ ઘટના અંગે એક પોલીસ અધિકારીએ જણાવ્યું છે કે મૃતક પીપલ્સ લિબરેશન ગેરિલા આર્મીની મિલિટરી કંપની નંબર 6 અને પ્રતિબંધિત કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયાના પૂર્વ બસ્તર ડિવિઝન ફોર્મેશનના હતા.

 

પૂર્વ બસ્તર ડિવિઝન ફોર્મેશનમાંથી માઓવાદીઓની હાજરી વિશેના ઇનપુટ્સના આધારે, નારાયણપુર, કોંડાગાંવ, દંતેવાડા અને બસ્તર જિલ્લાની સરહદ પર 6 જૂનના રોજ મોડી રાત્રે સુરક્ષા કર્મચારીઓની અલગ-અલગ ટીમોને સામેલ કરીને ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. પોલીસ મહાનિરીક્ષક સુંદરરાજ પીએ આ ઘટના અંગે માહિતી આપી છે. પોલીસે જણાવ્યું કે આ વર્ષે અત્યાર સુધીમાં બસ્તર ડિવિઝનમાં 71 એન્કાઉન્ટરમાં 123 નક્સલવાદીઓ માર્યા ગયા છે.

(3:37 PM IST)