નરેન્દ્ર મોદીની કેબિનેટની સંભવિત મંત્રીઓ સાથેની બેઠક પૂર્ણઃ ૪૭ સાંસદને આવ્યા ફોન
મોદી કેબિનેટમાં તેલુગુ દેશમ પાર્ટીના નેતાઓને બે સ્થાન મળશે, એનસીપી (અજિત પવાર) અને એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનાને એક-એક સ્થાન નક્કી

નવી દિલ્હી: ભાજપના નેતા નરેન્દ્ર મોદી આજે સાંજે સતત ત્રીજી વખત ભારતના વડાપ્રધાન તરીકે શપથ લેવાના છે. આ ભવ્ય સમારોહમાં પડોશી દેશોના નેતાઓ અને મહાનુભાવો સહિત 9,000 થી વધુ લોકો હાજરી આપશે. દરમિયાન, સાંસદોને મંત્રી પદને લઈને કોલ કરવામાં આવી રહ્યા છે. આપને જણાવીએ છે કે, સંભવિત મંત્રીઓ સાથેની નરેન્દ્ર મોદીની બેઠક પૂર્ણ થઇ ગઇ છે.
1. અમિત શાહ 2. મનસુખ માંડવિયા 3. અશ્વિની વૈષ્ણવ 4. નિર્મલા સીતારમણ 5. પીયૂષ ગોયલ 6. જિતેન્દ્ર સિંહ 7. શિવરાજ સિંહ ચૌહાણ 8. હરદીપ સિંહ પુરી 9. એચડીકે 10. ચિરાગ પાસવાન 11. નીતિન ગડકરી 12. રાજનાથ સિંહ 13. જ્યોતિરાદિત્ય સિંધિયા 14. કિરન રિજિજુ 15. ગિરિરાજ સિંહ 16. ગજેન્દ્રસિંહ શેખાવત 17. જયંત ચૌધરી 18. અન્નામલાઇ 19. એમ.એલ. ખટ્ટર 20. સુરેશ ગોપી 21. ધર્મેન્દ્ર પ્રધાન 22. જીતન રામ માંઝી 23. રામનાથ ઠાકુર (રાજ્યસભા) 24. જી કિશન રેડ્ડી 25. બંદી સંજય 26. અર્જુન રામ મેઘવાલ 27. પ્રહલાદ જોષી 28. આજસૂ સાંસદ ચંદ્રશેખર ચૌધરી 29. ડૉ. ચંદ્રશેખર પેમ્માસાની 30. રામ મોહન નાયડુ કિંજરાપુ 31. રવનીત સિંહ બિટ્ટુ 32. જિતિન પ્રસાદ 33. પંકજ ચૌધરી 34. સી.આર. પાટીલ 35. બીએલ વર્મા 36. લલન સિંહ 37. સોનેવાલ 37. અનુપ્રિયા પટેલ 39. પ્રતાપ રાવ જાધવ 40. અન્નપૂર્ણા દેવી 41. રક્ષા ખડસે 42. અજય તમટા 43. શોભા કરંદલાજે 44. કમલજીત સેહરાવત 45. રાવ ઈન્દ્રજીત સિંહ 46. રામદાસ આઠવલે 47. હર્ષ મલ્હોત્રા
પહેલા સમાચાર હતા કે, જીતન રામ માંઝીને ફોન આવ્યો છે, પરંતુ બાદમાં તેમણે કહ્યું કે, હજુ સુધી તેમને કોઈ કોલ આવ્યો નથી. અનુપ્રિયા પટેલે પણ આવી જ વાત કરી છે.
એનડીએના સહયોગથી મોદી કેબિનેટ 3.0 રચવામાં આવશે. તેલુગુ દેશમ પાર્ટીના નેતાઓને બે સ્થાન મળશે, એનસીપી (અજિત પવાર) અને એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનાને એક-એક સ્થાન મળશે. આ સિવાય કેબિનેટમાં મંત્રી પદ માટે રાજનાથ સિંહ અને નીતિન ગડકરીના નામની પુષ્ટિ કરવામાં આવી છે. તેઓ પોતપોતાના વિભાગોને જાળવી રાખે તેવી શક્યતા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
