<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th June 2024

મેટલ સેક્ટરની કંપની 15 જૂને ઇક્વિટી શેર બાયબેકના પ્રસ્તાવ પર કરશે વિચારઃ બોર્ડે રૂપિયા 5 ફેસ વેલ્યુના 50 લાખ ઇક્વિટી શેરના બાયબેકને મંજૂરી આપી હતી જે કુલ ઇક્વિટી શેરના 3.66 ટકા છે

બાયબેકની કિંમત 500 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી હતી.

નવી દિલ્‍હીઃ  ગોદાવરી પાવર અને ઇસ્પાત લિમિટેડ કંપનીએ એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે કંપની 15 જૂને ઇક્વિટી શેર બાયબેકના પ્રસ્તાવ પર વિચાર કરશે. કંપનીના બોર્ડની મીટિંગ શનિવાર 15 જૂન, 2024ના રોજ મળશે જેમાં અન્ય બાબતોની સાથે સાથે કંપનીના રૂપિયા 5ની ફેસ વેલ્યુ સાથેના સંપૂર્ણ ચુકવાયેલા ઇક્વિટી શેરના બાયબેકની દરખાસ્ત પર વિચાર કરવામાં આવશે.

ગોદાવરી પાવર એન્ડ ઇસ્પાતએ ગયા વર્ષે શેર બાયબેક કર્યું હતું જ્યારે તેણે ટેન્ડર ઓફર રૂટ દ્વારા  રૂપિયા 250 કરોડ સુધીના શેર ખરીદ્યા હતા. બોર્ડે રૂપિયા 5 ફેસ વેલ્યુના 50 લાખ ઇક્વિટી શેરના બાયબેકને મંજૂરી આપી હતી જે કુલ ઇક્વિટી શેરના 3.66 ટકા છે. બાયબેકની કિંમત 500 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી હતી.

 

શેર બાયબેક હેઠળ કંપની શેરધારકો પાસેથી તેના શેર બાયબેક કરે છે. શેર બાયબેક બજારમાં ઉપલબ્ધ શેરની સંખ્યાને ઘટાડે છે અને આમ શેરની વાસ્તવિક કિંમતમાં વધારો કરે છે. કંપનીની સિક્યોરિટીઝમાં વ્યવહારો માટેની ટ્રેડિંગ વિન્ડો તમામ નોમિની અને તેમના સંબંધીઓ માટે 8 જૂન, 2024થી બોર્ડની બેઠક પૂરી થયાના 48 કલાકની સમાપ્તિ સુધી બંધ રહેશે.

(3:44 PM IST)