<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th June 2024

નરેન્દ્રભાઈ મોદીના શપથ ગ્રહણ માટે માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મોઇઝ્ઝુ , મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ જગનાથ દિલ્હી આવી ગયા છે. જુઓ અત્યાર સુધી કોણ પહોંચ્યું છે?

ભૂટાનના વડા પ્રધાન મહામહિમ શેરિંગ ભારત પહોંચ્યા. નવી દિલ્હી એરપોર્ટ પર વિદેશ મંત્રાલયના સચિવ પવન કપૂરે તેમનું સ્વાગત કર્યુ

નવી દિલ્હી તા.૯

 પીએમ મોદી આજે ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેશે. શપથ ગ્રહણ પહેલા પીએમ મોદી રાજઘાટ અને પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીના સ્મારક સ્થળ 'સદૈવ અટલ' અને વોર મેમોરિયલ પહોંચ્યા હતા. શપથ ગ્રહણ માટે વિદેશી મહેમાનો આવવા લાગ્યા છે. તસવીરોમાં જુઓ કોણે ભારત પહોંચી શપથ લીધા આ અંગે પીએમ મોદીની શું તૈયારીઓ છે ?

મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ જગનાથ દિલ્હી પહોંચી ગયા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે ટ્વીટ કરીને આ જાણકારી આપી.માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મોઇઝ્ઝુ પણ દિલ્હી આવી ગયા છે. બંને નેતાઓ નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણમાં હાજરી આપશે. બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના 8 જૂને ભારત પહોંચ્યા હતા.

રાષ્ટ્રપતિ ભવનમાં શપથ ગ્રહણ સમારોહ પહેલા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપવા માટે વડા પ્રધાન-નિયુક્ત નરેન્દ્રભાઈ મોદી આજે રાજઘાટ પહોંચ્યા હતા.

આજના શપથ ગ્રહણ પહેલા નરેન્દ્રભાઈ મોદી દિલ્હીમાં અટલ સ્મારક પહોંચ્યા હતા અને અહીં તેમણે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ આપી હતી.

શપથ લીધા પહેલાં નરેન્દ્રભાઈ મોદી વોર મેમોરિયલ પહોંચ્યા હતા અને શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી.

ભૂટાનના વડા પ્રધાન મહામહિમ શેરિંગ ભારત પહોંચ્યા. નવી દિલ્હી એરપોર્ટ પર વિદેશ મંત્રાલયના સચિવ પવન કપૂરે તેમનું સ્વાગત કર્યુ છે.

શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવા ભારત પહોંચ્યા હતા. પી. કુમારને નવી દિલ્હી એરપોર્ટ પર ભારત સરકાર વતી તેમનું સ્વાગત કર્યું.

શપથ લેતા પહેલા નરેન્દ્રભાઈ મોદીએ સંભવિત મંત્રીઓ સાથે ચર્ચા કરી હતી.

રાષ્ટ્રપતિ ભવનમાં શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે.

(4:20 PM IST)