<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th June 2024

મોદીના શપથ ગ્રહણ સમારંભમાં "ઈન્ડીયા"નું બદલાયું મન, અત્યાર સુધી ઈન્કાર કરનાર કોંગ્રેસના અધ્યક્ષ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ આજે રાષ્ટ્રપતિ ભવનમાં નરેન્દ્રભાઈ મોદીના શપથ ગ્રહણ સમારંભમાં સામેલ થવાનો નિર્ણય કર્યો

મને કોઈ આમંત્રણ મળ્યું નથી અને હું જઈશ નહીં : મમતા બેનર્જી

નવી દિલ્હી તા.૯

 નરેન્દ્રભાઈ મોદી આજે ત્રીજી વખત PM પદના શપથ ગ્રહણ કરશે. PM મોદીના શપથ ગ્રહણ માટે અનેક નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. તેમાં ઈન્ડી.ગઠબંધનના નેતાનો પણ સમાવેશ થાય છે. જોકે, ઈન્ડી.ગઠબંધનના નેતાઓએ અગાઉ આ સમારંભમાં સામેલ થવાનો ઈન્કાર કર્યો હતો, પણ હવે તેમનું મન બદલાઈ રહ્યું હોય તેમ જણાય છે.

કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ આજે રાષ્ટ્રપતિ ભવનમાં નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારંભમાં સામેલ થવાનો નિર્ણય કર્યો છે. ઈન્ડી. ગઠબંધનના અનેક પક્ષો અને સહયોગી સાથે ચર્ચા કર્યાં બાદ કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ આજે રાષ્ટ્રપતિ ભવનમાં PM મોદીના શપથ ગ્રહણ સમારંભમાં સામેલ થવાનો નિર્ણય કર્યો છે.

ભાજપ નેતા પ્રહલાદ જોષીએ ગઈકાલે રાત્રે જ રાજ્યસભામાં વિપક્ષના નેતને સમારંભમાં ભાગ લેવા માટે આમંત્રણ આપ્યું હતું. દરમિયાન કોંગ્રેસ નેતા અને રાજ્યસભામાં વિપક્ષના ઉપનેતા પ્રમોદ તિવારીએ કહ્યું છે કે તેમને હજુ સુધી નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારંભ માટે આમંત્રણ મળ્યું નથી.

આ દરમિયાન મમતા બેનર્જીએ કહ્યું છે કે નરેન્દ્રભાઈ મોદીના શપથ ગ્રહણ સમારંભમાં તેઓ ભાગ લેશે નહીં. તેમણે કહ્યું કે આમંત્રણ મળ્યું નથી. જ્યારે પત્રકારોએ પૂછ્યું કે શું તેઓ રવિવારે પ્રધાનમંત્રી પદ માટે નરેન્દ્ર મોદી શપથ ગ્રહણ સમારંભમાં સામેલ થશે, તે તેમણે કહ્યું કે મને કોઈ આમંત્રણ મળ્યું નથી અને હું જઈશ નહીં.

(4:53 PM IST)