<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th June 2024

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કેબિનેટ મંત્રી તરીકે લીધા શપથ :રાજનાથસિંહ અને અમિતભાઇ શાહ પણ કેબિનેટ મંત્રી બન્યા

મોદીએ સતત ત્રણ ટર્મ સુધી વડાપ્રધાન બનવાના દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુના રેકોર્ડની બરાબરી કરી

નવી દિલ્હી : 18મી લોકસભા ચૂંટણીમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ની જીત બાદ, બીજેપી નેતા નરેન્દ્રભાઈ મોદીએ સતત ત્રીજી વખત ભારતના વડાપ્રધાન તરીકે શપથ લીધા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અહીં રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત સમારોહમાં તેમને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા.

  આ સાથે મોદીએ સતત ત્રણ ટર્મ સુધી વડાપ્રધાન બનવાના દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુના રેકોર્ડની બરાબરી કરી હતી. 2014માં લોકસભા ચૂંટણીમાં ભાજપની જીત બાદ મોદી પહેલીવાર દેશના વડાપ્રધાન બન્યા હતા. આ પછી, 17મી લોકસભા ચૂંટણીમાં પ્રચંડ બહુમતી સાથે જીત મેળવીને, તેઓ સતત બીજી વખત વડાપ્રધાન બન્યા.

   નેહરુ 1947 માં આઝાદી પછી સૌથી લાંબા સમય સુધી સેવા આપતા ભારતીય વડા પ્રધાન છે. 27 મે 1964ના રોજ તેમનું અવસાન થયું અને તે સમયે પણ તેઓ દેશના વડાપ્રધાન હતા. તેઓ 1952માં યોજાયેલી પ્રથમ સામાન્ય ચૂંટણી જીત્યા બાદ પ્રથમ વખત વડાપ્રધાન તરીકે ચૂંટાયા હતા. આ પછી કોંગ્રેસે 1957 અને 1962ની સામાન્ય ચૂંટણીમાં પણ જીત મેળવી અને નેહરુ ફરીથી દેશના વડાપ્રધાન બન્યા.

 ભાજપ 2024ની લોકસભા ચૂંટણીમાં પૂર્ણ બહુમતી હાંસલ કરી શકી નથી. તેને 240 બેઠકો મળી છે. જોકે, ભાજપના નેતૃત્વમાં એનડીએ 293 બેઠકો સાથે બહુમતીનો આંકડો પાર કરી ગયો હતો. આ પછી તાજેતરમાં એનડીએની બેઠકમાં મોદીને ભાજપ અને એનડીએ સંસદીય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.

   ભાજપના નેતા શિવરાજ સિંહ ચૌહાણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીના નેતૃત્વવાળી NDA સરકારમાં કેન્દ્રીય કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા. ભાજપના નેતા એસ. જયશંકરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીની આગેવાની હેઠળની NDA સરકારમાં કેન્દ્રીય કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા હતા. ભાજપના નેતા નિર્મલા સીતારમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આગેવાની હેઠળની NDA સરકારમાં કેન્દ્રીય કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા.

  નરેન્દ્રભાઈ  મોદીએ સતત ત્રીજી વખત વડાપ્રધાન પદના શપથ લીધા. માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુ, નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ 'પ્રચંડ' અને શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે સહિત ભારતના પડોશી અને હિંદ મહાસાગર ક્ષેત્રના ટોચના નેતાઓ મોદીના મંત્રી પરિષદના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે રવિવારે દિલ્હી પહોંચ્યા હતા. મોરેશિયસના વડા પ્રધાન પ્રવિંદ કુમાર જુગનાથ અને તેમના ભૂટાનના સમકક્ષ શેરિંગ તોબગે પણ સમારોહ માટે દિલ્હી પહોંચ્યા હતા.

(8:21 PM IST)