<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th June 2024

'ઈમરાન ખાનને મુક્ત કરો.: સ્ટેડિયમ ઉપરથી ઉડ્યું પ્લેન :ભારત-પાકિસ્તાન મેચની સુરક્ષામાં ચૂક :ન્યૂયોર્કમાં ચાહકો સ્તબ્ધ:વીડિયો વાયરલ

સ્ટેડિયમમાં હાજર દર્શકોએ તેનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર શેર કર્યો:પ્લેનની સાથે હવામાં 'ઇમરાન ખાનને છોડો...' બેનર દેખાતું હતું

મુંબઈ પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ મેચ દરમિયાન એક મોટી ઘટના બની હતી. મેચની સુરક્ષામાં ગેરરીતિનો મામલો સામે આવ્યો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં આ વાત સામે આવી છે

 : T20 વર્લ્ડ કપ 2024ના ગ્રુપ સ્ટેજમાં રવિવારે (9 જૂન) ભારત અને પાકિસ્તાનની ટીમો સામસામે આવી હતી. આ મેચ ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી.

   મેચ દરમિયાન એક પ્લેન સ્ટેડિયમની ઉપરથી પસાર થયું હતું. આ જોઈને બધાને નવાઈ લાગી. સ્ટેડિયમમાં હાજર દર્શકોએ તેનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. પ્લેનની સાથે હવામાં 'ઇમરાન ખાનને છોડો...' બેનર દેખાતું હતું. પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન અને પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન હાલમાં જેલમાં છે. ઈમરાનના સમર્થકો તેને છોડાવવા માટે આવા પગલા લઈ રહ્યા છે. પાકિસ્તાનનું રાષ્ટ્રગીત વાગી રહ્યું હતું ત્યારે જ આ પ્લેન જોવા મળ્યું હતું

(11:22 PM IST)