News of Monday, 10th June 2024
IND vs PAK T20 વર્લ્ડ કપ 2024 : બુમરાહે પાકિસ્તાનને સ્તબ્ધ કર્યું : ટીમ ઇન્ડિયાએ અટવાયેલી રમત જીતી : 119 રનનો બચાવ કરતા ભારતે પાક. ને 6 રને હરાવ્યું
ભારતે T20 વર્લ્ડ કપ 2024માં પાકિસ્તાન સામે રોમાંચક વિજય મેળવ્યો : ન્યૂયોર્કના મેદાન પર બુમરાહે ઘાતક બોલિંગ કરતા દિલધડક 3 વિકેટ ઝડપી : પાકિસ્તાનના બેટધરો છેલ્લી ઓવરમાં ૧૮ રન બનાવી શક્યા નહીં

The #INDvPAK in New York felt like a home game!
— BCCI (@BCCI) June 9, 2024
Thank you to our fans in the USA for helping us engineer this memorable win! 🙌🙌 #TeamIndia #T20WorldCup pic.twitter.com/6RjICsGebO
ન્યૂયોર્ક : પાકિસ્તાનનું ભારતને વર્લ્ડ કપમાં હરાવવાનું સપનું ફરી રહ્યું અધૂરું, ભારે રોમાંચક મેચમાં ભારતે પાકિસ્તાનને 6 રને હરાવ્યું છે. નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી લો સ્કોરિંગ મેચમાં ભારતીય ટીમે પાકિસ્તાન પર 6 રનથી જીત મેળવી હતી. એક સમયે એવું લાગી રહ્યું હતું કે આ મેચમાં પાકિસ્તાનની ટીમ ભારતને આસાનીથી હરાવી દેશે. જોકે, જસપ્રિત બુમરાહની ત્રણ વિકેટ અને હાર્દિક પંડ્યાની ચુસ્ત બોલિંગના આધારે ભારતે વાપસી કરી અને મેચ જીતી લીધી છે.
હેરિસ રઉફ અને નસીમ શાહની ત્રણ-ત્રણ વિકેટની મદદથી પાકિસ્તાનની ટીમે T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં પ્રથમ વખત ટીમ ઈન્ડિયાને ઓલઆઉટ કરવાનો રેકોર્ડ બનાવ્યો હતો. ભારતીય ટીમ માત્ર 119 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. લક્ષ્યનો પીછો કરતી વખતે પાકિસ્તાનની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી.
પાકિસ્તાનની શરૂઆત સારી રહી હતી. બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાને પ્રથમ વિકેટ માટે 26 રન જોડ્યા હતા. જસપ્રીત બુમરાહે 10 બોલમાં 13 રન બનાવીને રમી રહેલા બાબર આઝમને સૂર્યકુમાર યાદવના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. ત્રીજા નંબરે રમવા આવેલા ઉસ્માન ખ્વાજા 15 બોલમાં 13 રન બનાવીને આઉટ થયો હતો. અક્ષર પટેલે તેને LBW આઉટ કર્યો હતો.
ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત સામે 120 રનના લક્ષ્યનો પીછો કરી રહેલી પાકિસ્તાનને શાદાબ ખાનના રૂપમાં પાંચમો ઝટકો લાગ્યો છે. શાદાબને હાર્દિક પંડ્યાએ પેવેલિયનનો રસ્તો બતાવ્યો છે.
(6:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
