News of Monday, 10th June 2024
સ્વીડનમાં અભ્યાસ કરવો હોય તો જાણો કેટલીક ખાસ વાતો
ત્યાંની યુનિવર્સીટીઓમાં મફત શિક્ષણથી માંડીને રિસર્ચ સુધીનો તકો

નવી દિલ્હી તા.૧૦: ઉચ્ચ શિક્ષણ માટે સ્વીડન એક લોકપ્રિય ડેસ્ટીનેશન છે. ખાસ કરીને ભારતીય વિદ્યાર્થી માટે આ દેશમાં રિસર્ચ અને નવાચાર પર ભાર મુકવામાં આવે છે અને અહીંની યુનિવર્સીટીઓમાં વિશ્વના અગ્રણી રિસર્ચ સેન્ટરો પણ છે.
સ્વિડીશ યુનિવર્સિટીઓ વિશ્વભરમાં પોતાના ઉચ્ચ ગુણવતાવાળા શિક્ષણ માટે જાણીતી છે. સ્વીડનમાં સરકારી યુનિવર્સિટીઓમાં શિક્ષણ નિઃશુલ્ક છે. એટલે સુધી કે યુરોપીય સંઘ (ઇયુ)ની બહારના દેશોના વિદ્યાર્થીઓ માટે પણ તે નિઃશુલ્ક છે. અહીંની ઘણી યુનિવર્સિટીઓ ગ્રેજયુકેશન અને તેનાથી ઉપરના અભ્યાસક્રમો ઇંગ્લીશમાં ઉપલબ્ધ કરાવે છે. એટલે અહીં આવીને તમારે સ્વીડીશ ભાષા શીખવાની જરૂર નથી.
સ્વીડન રિસર્ચ માટેનું એક વૈશ્વિક કેન્દ્ર છે અને અહીંની કેટલીય યુનિવર્સીટીઓ વિદ્યાર્થીઓને રીસર્ચ પરિયોજનાઓમાં ભાગ લેવાની તક આપે છે. આ ઉપરાંત સ્વીડન વિશ્વના સોૈથી સુરક્ષિત દેશોમાંનો એક છે. તે રહેવા અને અભ્યાસ કરવા માટે એ સુંદર સ્થળ છે. અહીં કેટલીય સ્કોલરશીપ અને નાણાંકીય સહાયના વિકલ્પો ઉપલબ્ધ છે, જે ભારતીય વિદ્યાર્થીઓને ખર્ચ ઘટાડવામાં મદદરૂપ બની શકે છે.(૨.૨)
કેટલીક ખાસ સુવિધાઓ
મોટાભાગની યુનિવર્સીટીઓમાં આંતરાષ્ટ્રીય વિદ્યાર્થી ઓફીસ હોય છે, જે રહેઠાણ, વિઝા અને અન્ય અરજી પ્રક્રિયાઓમાં મદદ કરે છે.
અહીં ભારતીય વિદ્યાર્થી સંઘ પણ હોય છે જે સ્વદેશી વિદ્યાર્થીને મદદ કરે છે.
ગ્રેજયુએશન પછી સ્વીડનમાં ઇન્ટર્નશીપ અથવા નોકરી શોધવામાં મદદ કરવા માટે ઘણાં સંસાધનો ઉપલબ્ધ છે.
લોકપ્રિય યુનિવર્સીટીઓ
ઉપ્સાલા યુનિવર્સીટીઃ સ્વીડનની સોૈથી જુની અને સોૈથી પ્રતિષ્ઠિત યુનિવર્સીટી છે.
કેરોલિંસ્કા યુનિવર્સીટીઃ મેડીકલ અને હેલ્થ વિજ્ઞાન માટે પ્રસિધ્ધ યુનિવર્સીટી છે.
એન્જીનીયરીંગ અને ટેકનોલોજીના અભ્યાસ માટે ચલમર્સ યુનિવર્સીટી ઓફ ટેકનોલોજીનું નામ સોૈથી આગળ છે.
(11:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
