<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th June 2024

રાજોરી, પૂંચ, રેસાઇના ઉચ્‍ચ પર્વતોમાં છૂપાયેલા આતંકીઓના જૂથ દ્વારા હુમલો થયેલ : એન.આઇ.એ. ટીમ સ્‍થળ પર પહોંચી

જમ્‍મુ-કાશ્‍મીરઃજમ્‍મુ-કાશ્‍મીરના શિવખોડી આતંકી હુમલામાં જમ્‍મુ-કાશ્‍મીર પોલીસની મદદ માટે નેશનલ ઇન્‍વેસ્‍ટીગેશન એજન્‍સી (એનઆઇએ)ની ટીમ જમ્‍મુના ‘‘રેસાઇ'' પહોંચી ગઇ છે. એન.આઇ.એ.ની ફોરેન્‍સીક ટીમ પણ પુરાવાઓ શોધવાના પ્રયાસોમાં લાગી ગઇ છે. દરમિયાન લશ્‍કર-એ-તૈયબાના પાકિસ્‍તાની આતંકી જુથ ટીઆરએફએ આ હુમલાની જવાબદારી સ્‍વીકારી છે. ઇસ્‍લામીક ત્રાસવાદીઓએ યાત્રાળુઓની બસ ઉપર અંધાધુંધ ગોળીબાર કરતા ડ્રાઇવર ગંભીર ઇજાગ્રસ્‍ત થયેલ અને બસ બેકાબુ બનતા ૧૦ યાત્રાળુઓના મોત નિપજેલ જયારે ૩ર ઘવાયા હતા. રાજોરી, પર્વતોમાં છૂપાયેલા ત્રાસવાદીઓ પૈકીનું જ એક જુથ આ હુમલાનીઓ પાછળ હોવાનું જાણીતા પત્રકાર ડીજીટલ મીડીયાના અહેવાલમાં જણાવાયું છે.

(1:02 PM IST)