News of Monday, 10th June 2024
કોલ રેકોર્ડ કરતા પહેલા તેની પરમિશન લેવી,બીજા વ્યક્તિની પરમિશન વિના કોલ રેકોર્ડ કરવું ગુનો છે
ગોપનીયતાનો અધિકારનું ઉલ્લંઘન થાય:કોલ રેકોર્ડ કરનાર વ્યક્તિ સામે ફરિયાદ પણ દાખલ થઈ શકે અને તે વ્યક્તિ સામે કાયદાકીય કાર્યવાહી પણ થઈ શકે

નવી દિલ્હી : દરેક વ્યક્તિ રોજ અનેક લોકો સાથે ફોન પર વાત કરતા હોય છે. ત્યારે કેટલીક વખત પર્સનલ વાત થાય છે, ત્યારે કેટલીક વખત સામાન્ય વાત થાય છે. કેટલાક લોકો તેમના કોલ રેકોર્ડ કરતા હોય છે. તેઓ તેમના ફોનમાં કોલ રેકોર્ડનો ઓપ્શન ચાલુ રાખતા હોય છે, જેથી પછી વાતચીતને સાંભળી શકાય. જો કે, અન્ય વ્યક્તિ સાથે થયેલી વાતચીતને રેકોર્ડ કરતા પહેલા તેની પરમિશન લેવી જોઈએ. બીજા વ્યક્તિની પરમિશન લીધા વિના કોલ રેકોર્ડ કરવું ગુનો છે.
જો તમે કોઈની પરમિશન લીધા તેનો કોલ રેકોર્ડ કરો છો તો તેના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન થાય છે. આવા મામલે વ્યક્તિ સામે ફરિયાદ પણ થઈ શકે છે. બંધારણમાં ભારતીય નાગરિકો માટે કેટલાક મૂળભૂત અધિકારો આપવામાં આવ્યા છે. જેમાં હવે ગોપનીયતાનો અધિકાર પણ મૂળભૂત અધિકાર છે.
કોઈની પણ ઈચ્છા વિના તેનો કોલ રેકોર્ડ કરવો ભારતીય બંધારણના આર્ટિકલ 21 હેઠળ ગોપનીયતાનો અધિકારનું ઉલ્લંઘન થાય છે. આવી સ્થિતિમાં કોલ રેકોર્ડ કરનાર વ્યક્તિ સામે ફરિયાદ પણ દાખલ થઈ શકે છે. તે વ્યક્તિ સામે કાયદાકીય કાર્યવાહી પણ થઈ શકે છે.
(1:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
