<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th June 2024

દેશના 7 રાજ્યોની 13 વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી જાહેર :આ વખતે પણ વિસાવદર બેઠકની બાદબાકી

10મી જુલાઈએ ચૂંટણી યોજાશે અને 13મી જુલાઈએ મતગણતરી થશે:14 જૂનના રોજ નોટફિકેશન જારી થશે: નામાંકનની છેલ્લી તારીખ 21 જૂન

નવી દિલ્હી :ભારતીય ચૂંટણી પંચ દ્વારા દેશમાં 7 રાજ્યોની 13 વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. આ 13 બેઠકો પર પેટા ચૂંટણી માટે 10 જુલાઈના રોજ મતદાન થશે. આ વખતે પણ ગુજરાતની વિસાવદર બેઠક પર પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી નથી.

ભારતીય ચૂંટણી પંચ દ્વારા બિહાર, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ અને હિમાચલ પ્રદેશમાં 13 વિધાનસભા મતવિસ્તારોમાં ખાલી જગ્યાઓ ભરવા માટે પેટાચૂંટણી યોજવાનું નક્કી કર્યું છે. 10મી જુલાઈએ ચૂંટણી યોજાશે અને 13મી જુલાઈએ મતગણતરી થશે.

  આગામી 10 જુલાઈના રોજ બિહારની 1, બંગાળની 4, તમિલનાડુની 1, મધ્ય પ્રદેશની 1, ઉત્તરાખંડની 2, પંજાબની 1 અને હિમાચલ પ્રદેશની 3 બેઠક પર મતદાન થવાનું છે. જેને લઈને 14 જૂનના રોજ નોટફિકેશન જારી થશે. નામાંકનની છેલ્લી તારીખ 21 જૂન છે. નામાંકનની સ્ક્રૂટની 24 જૂન છે. જ્યારે નામાંકન પરત લેવાની છેલ્લી તારીખ 26 જૂન છે.

(1:55 PM IST)