News of Monday, 10th June 2024
૭ રાજયોની ૧૩ વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાશે
૧૦મી જુલાઇએ મતદાન : ૧૩મીએ મતગણતરી

નવી દિલ્હી તા. ૧૦ : ચૂંટણી પંચે આજે પશ્ચિમ બંગાળની ચાર બેઠકો સહિત સાત રાજયોની ૧૩ વિધાનસભા બેઠકો માટે પેટાચૂંટણીની તારીખોની જાહેરાત કરી હતી. વર્તમાન સભ્યોના અવસાન અથવા રાજીનામાને કારણે ખાલી પડેલી બેઠકો પર પેટાચૂંટણી યોજાશે. જે વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે તેમાં બિહારની રૂપૌલી, પશ્ચિમ બંગાળની રાયગંજ, રાણાઘાટ દક્ષિણ, બગડા અને માનિકતલા, તમિલનાડુની વિક્રવંડી, મધ્યપ્રદેશની અમરવાડા, ઉત્તરાખંડની બદ્રીનાથ અને મેંગ્લોર, પંજાબની જલંધર પશ્ચિમ અને હિમાચલ પ્રદેશની હમરાપુર, દેહરા અને નાલાગઢનો સમાવેશ થાય છે.
૧૪મી જૂને ચૂંટણીનું જાહેરનામું બહાર પાડવામાં આવશે. ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ ૨૧ જૂન છે. ૨૪મી જૂને નામાંકનની ચકાસણી થશે અને ઉમેદવારી પત્રો પરત ખેંચવાની છેલ્લી તારીખ ૨૬મી જૂન છે. ૧૦ જુલાઈએ પેટાચૂંટણી યોજાશે અને ૧૩ જુલાઈએ મતગણતરી થશે.
મધ્યપ્રદેશની અમરવાડા બેઠક સહિત આ તમામ બેઠકો પર પેટાચૂંટણી યોજાશે. એમપી એસેમ્બલી નંબર ૧૨૩ની આ સીટ કમલેશ પ્રતાપ શાહના રાજીનામા બાદ ખાલી પડી છે. છિંદવાડા જિલ્લાની અમરવાડા વિધાનસભા બેઠકના ધારાસભ્ય કમલેશ શાહે તાજેતરમાં રાજીનામું આપીને ભાજપનું સભ્યપદ લીધું હતું. ત્યારથી આ બેઠક ખાલી જાહેર કરવામાં આવી હતી.
(3:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
