News of Monday, 10th June 2024
એક સમયે પંચર બનાવનાર વીરેન્દ્ર ખટકીએ ત્રીજીવાર મંત્રપદના શપથ લીધા

નવી દિલ્હી,તા.10 : મધ્યપ્રદેશના બુંદેલખંડના અગ્રણી નેતા અને 8 વખત સાંસદ રહી ચૂકેલા વીરેન્દ્ર કુમાર ખટિકને મોદી 3.0 કેબિનેટમાં મંત્રી બનાવવામાં આવ્યા છે. ખટીક ટીકમગઢના સાંસદ છે અને પોતાની સાદગીના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. લોકસભા ચૂંટણી 2024માં ભાજપના ઉમેદવાર વીરેન્દ્ર ખટીકે કોંગ્રેસના પંકજ અહિરવારને 4 લાખથી વધુ મતોથી હરાવ્યા હતા.
વીરેન્દ્ર કુમાર ખટિકને મોદી કેબિનેટમાં ત્રીજી વખત મંત્રી બનાવવામાં આવ્યા છે. 2017માં પહેલીવાર ખટિકને પીએમ મોદી કેબિનેટમાં મહિલા અને બાળ વિકાસ રાજ્ય મંત્રી બનાવવામાં આવ્યા હતા અને 2021માં તેમને સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રી બનાવવામાં આવ્યા હતા.
સાગર જિલ્લાના અત્યંત ગરીબ પરિવારમાં 27 ફેબ્રુઆરી 1954ના રોજ જન્મેલા વીરેન્દ્ર કુમાર ખટીકે પોતાની મહેનતના કારણે સાગર યુનિવર્સિટીમાંથી ડોક્ટરેટની ડિગ્રી મેળવી હતી. ભણવા માટે ખટીકને સાયકલ રીપેરીંગથી લઈને વાહનો રીપેરીંગ કરવાનું કામ કરવું પડ્યું હતું. આજે પણ દિગ્ગજ નેતા સંઘર્ષના દિવસોથી પોતાના જૂના સ્કૂટર પર સવાર થઈને આ વિસ્તારના સામાન્ય લોકોની હાલત જાણવા નીકળે છે. કદાચ આ જ કારણ છે કે 1996માં લોકસભાની ચૂંટણી જીતીને સંસદમાં પહોંચેલા વીરેન્દ્ર કુમાર ખટીક આજ સુધી પરત નથી આવ્યા તેઓ બાળપણથી સંઘ સાથે જોડાયોેલા રહ્યા છે.
(3:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
