News of Monday, 10th June 2024
મોદી સરકાર સાથે ૧૪ મંત્રીઓની પણ હેટ્રીક : ફરી સંભાળશે મહત્વપૂર્ણ મંત્રાલયો
રાજનાથસિંહ અને નીતિન ગડકરી સહિત અનેક દિગ્ગજ નેતાઓના નામ સામેલ

નવી દિલ્હી તા. ૧૦ : લોકસભા ચૂંટણીમાં NDAની જીત બાદ નરેન્દ્ર મોદીએ ત્રીજી વાર વડાપ્રધાન પદના શપથ લીધા હતા.આ ઉપરાંત કુલ ૭૧ સાંસદોએ મંત્રી તરીકે શપથ લીધા હતા. જેમાંથી ૧૪ એવા ચહેરા છે જેમણે કેન્દ્રમાં મંત્રી બનવાની હેટ્રિક ફટકારી છે. આ તમામ ચહેરાઓએ સતત ત્રણ વખત મંત્રી તરીકે શપથ લીધા છે. આ યાદીમાં રાજનાથ સિંહ અને નીતિન ગડકરી સહિત અનેક દિગ્ગજ નેતાઓના નામ સામેલ છે.
રાજનાથ સિંહ :ᅠઉત્તર પ્રદેશની લખનઉᅠ બેઠકના સાંસદ રાજનાથ સિંહ ત્રીજી વખત કેન્દ્રમાં મંત્રી બન્યા છે. વડાપ્રધાન મોદીના પ્રથમ કાર્યકાળ દરમિયાન રાજનાથને ગૃહ મંત્રાલયની જવાબદારી મળી હતી. બીજામાં સિંહને રક્ષા મંત્રી બનાવવામાં આવ્યા. તેમણે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે પણ તેમણે ફરજ નિભાવી છે.ᅠ
નીતિન ગડકરીઃᅠઉંમર ૬૭ વર્ષ. ૨૦૧૪થી મોદી સરકારમાં કેન્દ્રીય મંત્રી તરીકે ફરજ બજાવતા ગડકરી ભાજપના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રહ્યા છે. સતત ત્રીજી વાર મહારાષ્ટ્રના નાગપુરથી ચૂંટણી જીતીને સાંસદ બન્યા છે.ᅠ
જીતેન્દ્ર સિંહ :ᅠઉંમર ૬૭ વર્ષ. જમ્મુ કાશ્મીરની ઉધમપુર બેઠક પરથી સતત ત્રીજીવાર ચૂંટણી જીત્યા. ગત સરકારમાં પણ રાજય મંત્રી (સ્વતંત્ર હવાલો) રહી ચૂક્યા છે.
રાવ ઈન્દ્રજીત સિંહ :ᅠઉંમર ૭૪ વર્ષ. હરિયાણાના ગુરૂગ્રામથી સાંસદ છે. ગત સરકારમાં યોજના રાજયમંત્રી હતા. ૨૦૧૪ની ચૂંટણી સમયે કોંગ્રેસમાંથી ભાજપમાં પક્ષપલટો કર્યો હતો.ᅠ
કિરેન રિજીજુ :ᅠઉંમર ૫૨ વર્ષ. અરુણાચલ પヘમિ બેઠકથી લોકસભા ચૂંટણી જીત્યા છે. પાછલી સરકારમાં મંત્રી હતા અને પૂર્વોત્તર રાજયોમાં ભાજપનો મહત્ત્વનો ચહેરો ગણાય છે.
સર્બાનંદ સોનોવલ :ᅠઉંમર ૬૨ વર્ષ. આસામના પૂર્વ મુખ્યમંત્રી છે અને આદિવાસી સમાજમાંથી આવે છે. ગત સરકારમાં મંત્રી હતા. આસામની દિબ્રૂગઢ બેઢક પરથી લોકસભા ચૂંટણી જીત્યા છે.ᅠ
નિર્મલા સીતારમણ :ᅠરાજયસભાના સાંસદ નિર્મલા સીતારમણ સતત ત્રણ વખત કેન્દ્રમાં મંત્રી રહી ચૂક્યા છે. ૨૦૧૪માં નાણા રાજયમંત્રી બન્યા. ૨૦૧૯માં તેઓ નાણા મંત્રાલય અને કોર્પોરેટ બાબતોના કેબિનેટ મંત્રી બન્યા.
ગજેન્દ્ર સિંહ શેખાવતઃᅠગજેન્દ્ર સિંહ શેખાવતે પણ સતત ત્રણ વખત કેન્દ્રીય મંત્રી તરીકે શપથ લીધા છે. વડાપ્રધાન મોદીના પ્રથમ કાર્યકાળમાં તેમને કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજય મંત્રી બનાવવામાં આવ્યા હતા. વર્ષ ૨૦૧૯માં તેમને જલ શક્તિ મંત્રાલયની જવાબદારી મળી. આ વખતે પણ તેમણે કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા છે.
અર્જુન રામ મેઘવાલ :ᅠવડાપ્રધાન મોદીના પ્રથમ કાર્યકાળમાં અર્જુન રામ મેઘવાલને સંસદીય કાર્ય મંત્રી બનાવવામાં આવ્યા હતા. વર્ષ ૨૦૧૯માં તેમને સંસદીય બાબતોના મંત્રાલય, સંસ્કૃતિ મંત્રાલય, કાયદા અને ન્યાય મંત્રાલયમાં રાજય મંત્રી બનાવવામાં આવ્યા હતા.
અનુપ્રિયા પટેલ :ᅠઅપના દળ (સોનેલાલ)ના નેતા અનુપ્રિયા પટેલે પણ ત્રીજી વાર મંત્રી બન્યા છે. આ વખતે પણ તેમને રાજયમંત્રીની જવાબદારી સોંપવામાં આવી છે. અનુપ્રિયા ઉત્તર પ્રદેશની મિર્ઝાપુર બેઠકથી સાંસદ છે.
હરદીપ સિંહ પુરીઃᅠરાજયસભાના સાંસદ હરદીપ સિંહ પુરીએ પણ સતત ત્રજી વાર કેન્દ્રીય મંત્રી તરીકે શપથ લીધા છે. ૨૦૧૯માં તેમને આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી હતી.
ધર્મેન્દ્ર પ્રધાન :ᅠઓડિશાના સંબલપુર બેઠકના સાંસદ ધર્મેન્દ્ર પ્રધાને સતત ત્રીજી વખત કેન્દ્રીય મંત્રી તરીકે શપથ લીધા. ૨૦૧૪માં તેમને પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી અને ૨૦૧૯માં તેમને શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલયની જવાબદારી મળી.
મનસુખ માંડવિયા :ᅠઆ યાદીમાં મનસુખ માંડવિયાનું નામ પણ સામેલ છે. પ્રથમ વખત તેમને રસાયણ અને ખાતર મંત્રાલયમાં રાજયકક્ષાના પ્રધાન બનાવવામાં આવ્યા હતા. ૨૦૧૯માં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી બન્યા.
શ્રીપદ યેસો નાઈક :ᅠશ્રીપદ યેસો નાઈક ૨૦૧૪થી કેન્દ્રમાં મંત્રી છે. તેમણે ત્રીજી વાર રાજયકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા. ૨૦૧૯માં નાઈકને પ્રવાસન, બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયમાં રાજય મંત્રી બનાવવામાં આવ્યા હતા.
(3:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
