News of Monday, 10th June 2024
શું ખબર એનડીએ સરકાર ૧પ દિ' જ ચાલેઃ મમતાનો કટાક્ષ
ઇન્ડીયા ગઠબંધને સરકાર રચવાનો દાવો ન કર્યો હોવાથી હવે કંઇ ન થાય તેવું ન વિચારવું: નિતીશ-નાયડુનું નામ લીધા વગર કર્યો સંકેત

કોલકાત્તા તા. ૧૦: લોકસભાની ચૂંટણીમાં પヘમિ બંગાળમાં ભાજપ સામે તૃણમુલ કોંગ્રેસનો દેખાવ સારો જોવા મળ્યો. આ સ્થિતિ વચ્ચે આત્મ વિશ્વાસમાં આવેલા બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ ટૂંક સમયમાં કેન્દ્રમાં ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનાવવાના સંકેતો આપ્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે કયારેક સરકાર માત્ર એક દિવસ પૂરતી જ ટકતી હોય છે.
કેન્દ્રમાં ગઠબંધનવાળી એનડીએએ સરકાર રચી છે. જેને ટાંકીને મમતાએ આ ટોણો માર્યો હતો. મમતાએ કહ્યું હતું કે અમારો પક્ષ હાલમાં રચાયેલી એનડીએની સરકારના શપથ સમારોહમાં સામેલ ન થયેલ કેમ કે આ સરકાર લોકશાહી વિરૂદ્ધ અને ગેરકાયદે રીતે રચવામાં આવી છે.
ભાજપ પર કટાક્ષ કરતા મમતા બેનરજીએ કહ્યું હતું કે જે લોકો ૪૦૦ પારની વાતો કરી રહ્યા હતા તેઓ બહુમત પણ ના મેળવી શકયા. એવું ના વિચારશો કે ઇન્ડિયા ગઠબંધને સરકાર બનાવવાનો દાવો નથી કર્યો એટલે હવે કંઇ નહીં થઇ શકે.
અમે રાહ જોઇ રહ્યા છીએ કેમ કે સ્થિતિ ગમે ત્યારે પલટાઇ શકે છ.ે હાલ જે સરકાર રચાઇ છે તેને થોડા દિવસ ચાલવા દો, એવું પણ બને છે કે સરકારો માત્ર થોડા દિવસ જ ચાલતી હોય છે. ટૂંક સમયમાં નવીઇન્ડિયા સરકાર રચાશે. કંઇપણ થઇ શકે છે. શું ખબર આ એનડીએ સરકાર માત્ર ૧પ દિવસ જ ચાલે. લોકસભાની ચુંટણીમાં કોઇપણ પક્ષને સ્પષ્ટ બહુમતી નથી મળી. હાલ ભાજપ પોતાના સાથી પક્ષોની સાથે મળીને સરકાર બનાવી છે. જેમાં એક સમયે ભાજપના વિરોધી રહેલા નિતિશકુમારનો જદ(યુ) અને આંધ્રના ચંદ્રબાબુ નાયડુંનો ટીડીપી મહત્વની ભૂમિકામાં છે.
નીતિશકુમાર અગાઉ ઇન્ડિયા ગઠબંધનમાં હતા. જો કે બાદમાં તેઓ એનડીએ ગઠબંધનમાં જતા રહ્યા. મમતાએ નિતિશકુમાર અને ચંદ્રબાબુ નાયડુનું નામ લીધા વગર સંકેતો આપ્યા હતા કેમ કંઇપણ થઇ શકે છે.
(3:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
