News of Monday, 10th June 2024
મોદી સરકારમાં ૩૬ વર્ષના TDPના મંત્રી છે સૌથી અમીર : સંપત્તિ ૫,૭૦૦ કરોડ રૂપિયાથી વધુ
૩૭ વર્ષના રક્ષા નિખિલ ખડસે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની કેબિનેટમાં સૌથી નાની વયના મંત્રી બન્યા છે : જ્યારે ૭૯ વર્ષના જીતન રામ માંઝી સૌથી વૃદ્ધ મંત્રી બન્યા છે

નવી દિલ્હી, તા.૧૦: મોદી સરકાર ૩.૦માં ઘણા નવા અને યુવા સાંસદોને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે. ખાસ કરીને જો સાથી પક્ષોની વાત કરીએ તો તેલુગુ દેશમ પાર્ટીના ક્વોટામાંથી કેબિનેટ મંત્રી તરીકે ૩૬ વર્ષીય રામમોહન નાયડુની નિમણૂકે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. તેઓ નરેન્દ્રભાઇ મોદી કેબિનેટમાં સૌથી ધનિક મંત્રી છે.
ચંદ્રશેખર પેમ્માસાની અમેરિકામાંથી કર્યો છે અભ્યાસ : રામમોહન નાયડુ આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમથી લોકસભા સાંસદ છે. જેઓ તેલુગુ દેશમ પાર્ટીના મહાસચિવ હોવાની સાથે તેમજ ટીડીપીના વરિષ્ઠ નેતા યેરેન નાયડુના પુત્ર છે. તેલુગુ દેશમ પાર્ટીના ચંદ્રશેખર પેમ્માસાનીને રાજ્યકક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે. તેઓ ગુંટુર બેઠક પરથી લોકસભા ચૂંટણી જીત્યા હતા. ચંદ્રશેખરની આ પ્રથમ ચૂંટણી હતી. તેમણે અમેરિકાથી અભ્યાસ કર્યો છે. તેમની કુલ સંપત્તિ ૫,૭૦૦ કરોડ રૂપિયાથી વધુ છે. નાયડુની આટલી સંપત્તિ મોદી સરકારમાં તેમને સૌથી ધનિક નેતા બનાવે છે.
૩૭ વર્ષના રક્ષા નિખિલ ખડસે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની કેબિનેટમાં સૌથી નાની વયના મંત્રી બન્યા છે. જ્યારે ૭૯ વર્ષના જીતન રામ માંઝી સૌથી વૃદ્ધ મંત્રી બન્યા છે. મહારાષ્ટ્રના સાંસદ ખડસેએ પીએમ મોદીની નવી મંત્રી પરિષદમાં રાજ્ય મંત્રી તરીકે શપથ લીધા છે. તેઓ મહારાષ્ટ્રની રાવર લોકસભા સીટ પરથી જીત્યા છે.
સૌથી વૃદ્ધ મંત્રી છે માંઝી : મોદી કેબિનેટમાં ૭૯ વર્ષીય માંઝીએ મોદી સરકારના ત્રીજા કાર્યકાળમાં કેન્દ્રીય કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા હતા. માંઝી બિહારના ૨૩મા મુખ્યપ્રધાન રહી ચૂકયા છે અને હિન્દુસ્તાની આવામ મોરચા (HAM)ના સંસ્થાપક પ્રમુખ છે. આ પહેલા તેઓ નીતિશ કુમારની કેબિનેટમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ કલ્યાણ મંત્રી રહી ચૂકયા છે. તેઓ ૨૦૨૪ની સામાન્ય ચૂંટણીમાં ગયા બેઠક પરથી જીત્યા છે.
(3:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
