<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th June 2024

આમ આદમી પાર્ટી પર સુપ્રીમ કોર્ટની લાલ આંખ : ૧૦ ઓગસ્‍ટ સુધીમાં ઓફિસ ખાલી કરવાનો આદેશ

દિલ્‍હી હાઈકોર્ટને ફાળવવામાં આવેલી જમીન પર અતિક્રમણ કરીને બનાવવામાં આવેલી તેની ઓફિસ મામલો

નવી દિલ્‍હી, તા.૧૦: આમ આદમી પાર્ટી (AAP)ને છેલ્લી તક આપતા, સુપ્રીમ કોર્ટે સોમવારે રાષ્‍ટ્રીય રાજધાનીમાં સત્તાધારી પક્ષને દિલ્‍હી હાઈકોર્ટને ફાળવવામાં આવેલી જમીન પર અતિક્રમણ કરીને બનાવવામાં આવેલી તેની ઓફિસ ૧૦ ઓગસ્‍ટ સુધીમાં ખાલી કરવાનો આદેશ આપ્‍યો હતો. જસ્‍ટિસ વિક્રમ નાથની આગેવાની હેઠળની વેકેશન બેન્‍ચે AAPની અરજી સ્‍વીકારી હતી જેમાં સર્વોચ્‍ચ અદાલત દ્વારા ૪ માર્ચે નિર્ધારિત ૧૫ જૂનની સમયમર્યાદા વધારવાની માંગ કરવામાં આવી હતી. બેન્‍ચમાં જસ્‍ટિસ સંદીપ મહેતા પણ સામેલ હતા.

કોર્ટે દિલ્‍હીના મુખ્‍યમંત્રી અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળના રાજકીય પક્ષને એક સપ્તાહની અંદર સુપ્રીમ કોર્ટની રજિસ્‍ટ્રી સમક્ષ બાંહેધરી દાખલ કરવાનો આદેશ આપ્‍યો છે કે તે વિવાદિત જગ્‍યા ખાલી કરશે અને આ વર્ષે ૧૦ ઓગસ્‍ટ અથવા તે પહેલાં કબજો સોંપશે. નોંધનીય છે કે ભારતના મુખ્‍ય ન્‍યાયાધીશ (CJI) DY ચંદ્રચુડના નેતળત્‍વ હેઠળની બેન્‍ચે અગાઉ રાઉઝ એવન્‍યુમાં પ્‍લોટના એક ભાગ પર અતિક્રમણ કરવા બદલ ખ્‍ખ્‍ભ્‍ને સખત ઠપકો આપ્‍યો હતો. જિલ્લા ન્‍યાયતંત્રની માળખાકીય જરૂરિયાતોને પહોંચી વૃવા માટે આ જમીન હાઇકોર્ટને ફાળવવામાં આવી છે.

CJIની આગેવાની હેઠળની બેન્‍ચે સામાન્‍ય ચૂંટણીઓને ધ્‍યાનમાં રાખીને જગ્‍યા ખાલી કરવાની અંતિમ તારીખ ૧૫ જૂન નક્કી કરી હતી અને AAPને વૈકલ્‍પિક ઓફિસની જગ્‍યા મેળવવા માટે કેન્‍દ્ર સરકારની જમીન અને વિકાસ કાર્યાલય (L&DO)નો સંપર્ક કરવા જણાવ્‍યું હતું. ગયા અઠવાડિયે, દિલ્‍હી હાઈકોર્ટે કેન્‍દ્રને આદેશ આપ્‍યો હતો કે તે છ અઠવાડિયામાં AAPના અસ્‍થાયી કાર્યાલય પર નિર્ણય લે. AAP એ દલીલ કરી હતી કે માન્‍યતા પ્રાપ્ત રાષ્‍ટ્રીય પક્ષ તરીકે તેને કાર્યાલય બનાવવા માટે કાયમી જમીન ફાળવવામાં ન આવે ત્‍યાં સુધી તેને અસ્‍થાયી કાર્યાલયની જગ્‍યા મેળવવાનો અધિકાર છે.

(3:45 PM IST)